Abtak Media Google News

દુનિયામાં અનેક પ્રકારની માન્યતા સદીઓથી ચાલતી આવી રહી છે જેની પાછળ કોઇ વૈજ્ઞાનિક કારણ ન હોવા છતા પણ લોકો પેઢીઓ સુધી માનતા આવે છે. માન્યતા મુજબ કહેવામાં આવે છે કે સવાર-સવારમાં કોઇ પ્રિયજનનો ચહેરો જોવામાં આવે તો આખો દિવસ સારો પસાર થાય છે. આવી જ રીતે ચીનમાં લેશાન સ્થિત મહાત્મા બુદ્વની વિશાળ મૂર્તિ જોઇને લોકો તેમના નવા વર્ષની શરૂઆત કરે છે.

Advertisement

એવી માન્યતા છે કે નવા વર્ષની શરૂઆતમાં તેની માર્ગદર્શક ગૌતમ બુદ્વની આ મુર્તિને એકવાર જોવાથી કોઇપણ વ્યક્તિની કિસ્મત ચમકી ઉઠે છે. ‘લેશન બુદ્વા’ નામથી પ્રસિધ્ધ ૨૩૦ ફીટ લંબાઇની આ પથ્થરની મુર્તિ યુનેસ્કો દ્વારા સૌથી ઉંચી નકશીકાર પથ્થરમુર્તિ તરીકે ધોષણા કરવામાં આવી છે.

અહી નવા વર્ષ દરમિયાન પહેલા જ દિવસે વિશ્ર્વભરના લાખો શ્રધ્ધાળુઓ દર્શન કરવા માટે અહીં પહોંચે છે. આ દિવસે એટલી ભીડ હોય છે કે ત્યાં પગ રાખવાની પણ જગ્યા મળતી નથી.

આ મૂર્તિ લિંગયુઆન પર્વત પર અસ્તિત્વ છે જેમાં બુદ્વ ધ્યાન મુદ્રામાં બેઠેલા જોવા મળે છે. અને આ સ્થાન વિશે એવુ કહેવામાં આવે છે કે આ મૂર્તિનું નિર્માણ ‘તંગ’ વંશના વખતે ૧૧૩ ઇ.સી.માં શરૂઆત કરવામાં આવ્યું હતું. જે બનાવવામાં લગભગ ૯૦ વર્ષનો સમય લાગ્યો હતો. ૨૩૦ ફીટની લાંબી આ બુદ્વની મુર્તિની વિશાળતાનો અંદાજો આ વાત પરથી લગાડી શકાય છે. એટલુ જ નહિ બુધ્ધના પગનો અંગુઠો સામાન્ય ડાઇનિંગ રૂમમાં રાખેલ ટેબલ જેટલો મોટો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.