Abtak Media Google News

‘ચાય-વાય અને રંગ મંચ’ ગુજરાતી  તખ્તાને સંગ શ્રેણીમાં નાટકો-ફિલ્મો ટીવી ધારાવાહિકના વિવિધ પાસા સાથે  સંકળાયેલા કલાકારો-નિર્માણ-નિર્દેશક-સેટ્સ લાઈટીંગ, અભિનય અને લેખન જેવી વિવિધ બાબતો ઉપર નામાંકિત કલાકારો પોતાના  અનુભવો શેર કરી રહ્યા છે. યુવા કલાકારોએ આ શ્રેણી ખાસ જોવા જેવી છે.

કોકોનટ થિયેટર પ્રસ્તૃત ‘ચાય-વાય અને રંગ મંચ’ શ્રેણી

‘અબતક’ સોશિયલ મિડિયાના ફેસબુક પેઈજ પર રોજ સાંજે 6 વાગે લાઈવ પ્રસારણ માણો

ગઈકાલે  સાહિત્ય અકાદમી એવોર્ડથી સન્માનિત, ચિત્રલેખા સ્પર્ધા વિજેતા, યુવકમહોત્સવની રંગમંચસ્પર્ધાઓમાં વિજેતા, પ્રસિદ્ધ લેખક મહેન્દ્રસિંહ પરમાર કોકોનટ થીયેટર પ્રસ્તુત ચાયવાય એન્ડ રંગમચ ગુજરાતી તખ્તાને સંગ સિઝન 3 માં જોડાયા  હતા. જેમનો વિષય હતો ’રંગમચ સાહિત્ય અને શિક્ષણ’ તેમણે મૂળ વિષય ઉપર વાત કરતાં પરમાર જણાવ્યું રંગભૂમિ અને શિક્ષણની સાથે સૌ પ્રથમ તો રંગભૂમિ જ એક શિક્ષણ છે, વિશ્વવિદ્યાલય છે રંગભૂમિનું કાર્ય ઘણી જગ્યાએ ચાલતું હોય, રાજકોટ જામનગર, સુરત, અમદાવાદ, મુંબઈ કે આંતરિયાળ ગામડાઓમાં જ્યાં ખૂણેખૂણે રંગભૂમિના કાર્ય થાય છે.

એને યાદ કરતા પરમાર  મનોજ ખંડેરિયાની ગઝલને પોતાની અભિવ્યક્તિ સાથે સંભળાવી “છે ઉડાન ખૂણામાં, ઉતર્યું છે આસમાન ખૂણામાં, હર જગા ચાલે એની ચર્ચાઓ, છે અમારું મકાન ખૂણામાં. સાવ છેડે પડ્યા ભાવનગરમાં, ચાલ્યું રંગમચનું વહાણ ખૂણામાં.” મહેન્દ્રભાઈ એ ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે પોતાના નાટક જીવનની શરૂઆત ક્યાંથી થઈ એની વાતો કરી જેમાં નાટક ભજવવા ઇન્દોર અને બીજી અનેક જગ્યાએ જવું પડ્યું જ્યાંથી ઘણા અનુભવો મેળવ્યા. પોતાના મિત્રો સાથે કોલેજમાં આઘાત નામનું નાટક ભજવ્યું જે આજેય યાદગાર છે.

ભારતીય રંગભૂમિનો અણમોલ ખજાનો સાચવ્યાનો મહેન્દ્રસિહને ગર્વ છે. લોક નાટ્ય કલા ના દસ્તાવેજ કરવાનો પણ કાર્ય એમણે કર્યું છે. જેમાં બે વર્ષ સુધી ગામડામાં દર નવરાત્રીના આખી રાત ત્યાં રોકાઇ ઘણા પ્રસંગો લખ્યા, શૂટ કર્યા અને દસ્તાવેજ બનાવ્યો. જે કદાચ સો કલાકનું મટેરિયલ કામ હશે. જે સચવાયેલું પડ્યું છે અને સમય આવ્યે સદઉપયોગ થશે. એ સિવાય મહેન્દ્રભાઈએ ગામડાઓમાં અંતરિયાળ રહેતા કલાકારોને ભાવનગર બોલાવીને એમના સન્માન કર્યા. આજે મહેન્દ્રભાઈએ શિષ્ય અને શિક્ષક વચ્ચેના સંબંધની પણ વાત કરી. એમના ઘણા શિષ્યો આજે રંગભૂમિ પર અલગ અલગ જગ્યાએ કાર્યરત છે. સાથે જ પ્રેક્ષકો અને એમના ફેન્સનાં સવાલોના જવાબ આપ્યા જે આપ કોકોનટ થિયેટરનાં ફેસબુક પેજ પર જોઈ, સાંભળી શકો છો.

જો તમને અભિનયમાં કે નાટકના કોઈપણ વિભાગમાં ઇન્ટરેસ્ટ હોય તો તમારે જયેન્દ્ર મહેતાનું આ સેશન જોવું જ જોઈએ. ગુજરાતી રંગભૂમિનાં નામાંકિત અને અનુભવી કલાકારોને તથા રંગભૂમિ સાથે સંકળાયેલા મહાનુભાવોને જોવા અને સાંભળવા કોકોનટ થિયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6:00 વાગ્યે લાઈવ જોઈ શકો છો આજે જ કોકોનટ થિયેટરનાં ફેસબુક પેજ ને લાઈક એન્ડ ફોલો  કરોને આપના મનગમતા મહેમાનને માણો આવનારા મહેમાનમાં  દેવાંગ જાગીરદાર, દીપક ઘીવાલા, રાજુલ દિવાન, ડો.આશુતોષ મ્હસ્કર, પ્રભાકર શુક્લા, અમિત દિવેટિયા, દિનકર ઉપાધ્યાય, ધર્મેશ મહેતા, વિપુલ શર્મા, મેહુલ સુરતી જેવાને જોવાનું ચૂકશો નહીં.

આજે સુપ્રસિધ્ધ સેટ ડિઝાઈનર સુભાષ આશર

Img 20210629 Wa0217

રંગભૂમિ-તખ્તો-નાટક આ બધા જમાં ‘સેટ’નું બહુજ  મહત્વ હોય છે. ઘણા નાટકો માત્ર તેના અદ્યતન સેટ્સને કારણે જ સફળ થયા હતા. ગુજરાતી તખ્તાના સુપ્રસિધ્ધ સેટ ડિઝાઈનર સુભાષ આશર આજે  સાંજે 6 વાગે કોકોનટ થિયેટરની ‘ચાય-વાય અને રંગ મંચ’ શ્રેણીનાં એકેડેમીક સેશનમાં લાઈવ આવીને સેટ ડિઝાઈન મરી યાત્રા અને અનુભવો વિશે વાત કરશે. છેલ્લા ત્રણ દાયકાથી શ્રેષ્ઠ નાટકોમાં પોતાના ઉમદા સેટ્સ બનાવીને લોકોમાં સારી ચાહના સુભાષ આશરે મેળવી છે. દ્રશ્યમાં જ પળવારમાં સેટ બદલીને એક નવું જ  વાતાવરણ દ્રશ્ય નિર્માણ કરવામાં સુભાષ આશરની માસ્ટરી છે. યુવા કલાકારો સાથે કલાક્ષેત્રે રસ ધરાવતાઓને તેના અનુભવોમાંથી ઘણું શીખવા મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.