Abtak Media Google News

તસ્કરોએ સોના-ચાંદીના ઘરેણાનો કર્યો હાથફેરો

માંગરોળ તાલુકાના સેપા ગામના આર્મીમેનના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂ.૨.૫૪ લાખની કિંમતના સોના-ચાંદીના ઘરેણા ચોરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માળીયા હાટીના તાલુકા પંચાયતમાં ગ્રામ સેવક તરીકે ફરજ બજાવતા મનસુખભાઇ જેઠાભાઇ મકવાણા નોકરી પર ગયા હતા.

જ્યારે માતા અને પિતા મજુરી કામે ગયા હતા પત્ની શાપરડા ગામે આશ્રમે લેકચર લેવા ગયા હતા તે દરમિયાન બંધ રહેલા મકાનના દરવાજાના તાળા તોડી તસ્કરો રૂ.૨.૫૪ લાખની કિંમતના સોના-ચાંદીના ઘરેણા ચોરી ગયાની માંગરોળ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ડોગ સ્કવોડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતની મદદ લઇ તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.