Abtak Media Google News

વડોદરા જીલ્લાના સાવલી તાલુકાના પોઈચા ( રા ) ખાતે આવેલ લેક્ટોસ ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં છેલ્લા કેટલાય સમયથી મહિલા વર્કરો કામ કરી રહી છે જેમાંથી અમુક વર્કરો લગભગ 15 થી 20 વર્ષ થી કામ કરી રહ્યા છે ત્યારે આ કંપનીમાં મહિલા વર્કરોને નોકરી ન કરવા દેવાનું કાવતરું ચાલી રહ્યું છે તેવા મહિલાઓ દ્વારા આક્ષેપ મુકવામાં આવ્યા છે.

મહિલાઓનું કહેવું છે કે તેઓ અહી છેલ્લા કેટલાક વર્ષોથી કામ કરી રહી છે ત્યારે આ કંપનીમાં મહિલા વર્કરોને નોકરી ન કરવા દેવાનું કાવતરું ચાલી રહ્યું છે. વારંવાર કંપની મેનેજમેન્ટ  મહિલા વર્કરોને બ્રેક આપીને મહિનાના ફક્ત 15 થી 20 દિવસ જેટલાજ દિવસ કામ કરાવે છે અને બાકીના દિવસોમાં કંપનીમાં કામ નથી એમ કહી બ્રેક આપી દેવામાં આવે છે તેવા આક્ષેપો મહિલા દ્વારા કરવામાં આવ્યા છે.

Screenshot 6 23

મહિલાઓ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે તેઓ હવે તો અઠવાડિયામાં ફક્ત બે જ દિવસ કામ કરાવે છે અને બાકીના દિવસોમાં બ્રેક આપી દેવામાં આવે છે ત્યારે આ મહિલા વર્કરોએ પોતાની રોજગારી આખો મહિનો રેગ્યુલર કામ મળી રહે તે માટે કંપની સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો  હતો.

બહારથી આવતા વર્કરોને ૧૨ કલાક નોકરી

જયારે અમને ૪ કલાક જ !! ધર્મિષ્ઠા રાઠોડ

લેક્ટોસ ઇન્ડિયા લિમિટેડ કંપનીના વર્કર ધર્મિષ્ઠા રાઠોડે જણાવ્યું હતું કે બહારથી આવતા વર્કરો 12 કલાક નોકરી કરાવી પોતાનું પ્રોડક્સન પૂરું કરાવી લે છે અને વધારાના 4 કલાકનું કામ આમારી પાસે કરાવે છે. ત્યારે મહિલા વર્કર દ્વારા યોગ્ય કલાકો કામની આપવામાં આવે જેનાથી તેમના કામમાં બ્રેક ન રહે તેવી માંગ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.