વડોદરાના વારસીયા પોલીસ મથકની શ્રેષ્ઠ કામગીરી કેન્દ્રીય ગૃહ મંત્રીએ બિરદાવી

વડોદરાના વારસીયા પોલીસ મથક દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે પ્રજા લક્ષી ઉત્કૃષ્ટ કામગીરીની કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા નોંધ લેવામાં આવી છે. વડોદરાના વારસીયા પોલીસ મથકના વાર્ષિક ઇન્સ્પેકશન દરમિયાન તમામ ક્ષેત્રે સારી કામગીરીને ધ્યાને લઇ દેશના સર્વશ્રેષ્ટ પોલીસ મથકનો દસની યાદીમાં સાતમો ક્રમ આપવામાં આવ્યો છે. વડોદરા પોલીસ કમિશનર શમસેરસિંહ અને વારસીયા પોલીસ મથકના પી.આઇ. કે.એન.લાઠીયાની રાજયના પોલીસ વડા આશિષ ભાટીયા દ્વારા પીઠ થાબડી અભિનંદન પાઠવ્યા છે.