Abtak Media Google News

ગુલાબ નગર રોડ પર ચક્કાજામ સર્જી દીધો: મંત્રી રાઘવજી પટેલ- ધારાસભ્ય રિવાબા જાડેજા- મેયર બીનાબેન કોઠારી- ભાજપ અગ્રણી જીતુ લાલ સ્થળ પર પહોંચ્યા

જામનગર તા ૧, જામનગરના ગુલાબ નગર નજીકના મોહનનગર વિસ્તારમાં પાણી ભરાવાના પ્રશ્ને સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો, અને સ્થાનિક રહેવાસીઓના ઘરમાં પાણી ઘૂસ્યા હતા, અને રાત્રિ ભર જલ ભરાવ રહ્યો હોવાથી લોકો આગ બબુલા થયા હતા, અને વિરોધ પ્રદર્શન કરવાના ભાગરૂપે ગુલાબ નગર માર્ગે ચક્કાજામ કર્યો હતો.
ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ જામનગરના ૭૮- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા, મેયર બીનાબેન કોઠારી, શહેર ભાજપના અગ્રણી જીતુભાઈ લાલ વગેરે દોડી ગયા હતા અને લોકોને સાંત્વના આપી હતી, ઉપરાંત ગુલાબ નગર નજીકના મોહનનગર અને નારાયણ નગર વિસ્તારની મુલાકાત લીધી હતી.
સ્થાનિકોની પરિસ્થિતિ જોવા માટે તેમજ મદદ માટે ઘટના સ્થળે જામનગર મહાનગર પાલિકાની ટીમને પણ બોલાવી લીધી હતી.
આ ઉપરાંત જલ ભરાવ મુદ્દે કેટલાક નાગરિકોએ ગુલાબ નગર રોડ પર ચક્કાજામ પણ સર્જી દીધો હતો. જેના કારણે વાહનના થપ્પા લાગી ગયા હતા. જોકે મહાનગરપાલિકા નું તંત્ર ઉપરાંત પોલીસની ટુકડી પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને મામલો થાળે પાડવાના પ્રયત્નો કર્યા હતા.
જામનગર મહાનગરપાલિકા ના ઇન્ચાર્જ ડીએમસી ભાવેશ જાની તેમજ અન્ય અધિકારી તથા કર્મચારીઓની ટુકડી પણ નારાયણનગર અને મોહનનગર વિસ્તારમાં પહોંચી ગઈ હતી, અને પાણીના નિકાલ માટેની કાર્યવાહી હાથ ધરી હતી.

Ddj2

ગુલાબ નગર ના ટ્રાફિક જામ સમયે એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ

મોહનનગર વિસ્તારના લોકોએ પાણી ભરાવવાના પ્રશ્ને ટ્રાફિક જામ કરી દેતાં વાહનોની કતાર લાગી ગઈ હતી. તેની વચ્ચે એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી, અને નીકળવાનો રસ્તો નહીં મળતાં ટ્રાફિક જામની વચ્ચે રોકાવાનો વારો આવ્યો હતો. જો કે પાછળથી પોલીસે વાહન વ્યવહાર મુક્ત કરાવ્યો હતો.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.