Abtak Media Google News

એડવાન્સ વેરો ભરપાઇ કરનાર પ્રમાણીક કરદાતાઓને કોર્પોરેશને આપ્યું 21.65 કરોડનું ડિસ્કાઉન્ટ

પ્રામાણીક કરદાતાઓને પ્રોત્સાહિત કરતી કોર્પોરેશનની વેરા વળતર યોજના ગઇકાલે પૂર્ણ થઇ ગઇ છે. ત્રણ મહિના ચાલેલી આ યોજનાનો 3.09 લાખ કરદાતાઓએ કોર્પોરેશનની તીજોરીમાં 212 કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. ટેક્સ બ્રાન્ચને આપવામાં આવેલા લક્ષ્યાંક પૈકી 50 ટકા જેવો ટાર્ગેટ માત્ર ત્રણ મહિનામાં પૂર્ણ થઇ ગયો છે. એડવાન્સ ટેક્સ ભરપાઇ કરનાર કરદાતાઓને કોર્પોરેશન દ્વારા પણ રૂ.21.65 કરોડનું માતબર વળતર આપવામાં આવ્યું છે. વોર્ડ નં.7માં સૌથી વધુ વેરાની આવક થવા પામી છે. જ્યારે કરદાતાઓની સંખ્યામાં વોર્ડ નં.11 સૌથી આગળ છે.

વોર્ડ નં.1માં 22119 કરદાતાઓએ રૂ.11 કરોડ, વોર્ડ નં.2માં 14253 કરદાતાઓએ રૂ.11.25 કરોડ, વોર્ડ નં.3માં 16008 કરદાતાઓએ રૂ.7.50 કરોડ, વોર્ડ નં.4માં 13701 કરદાતાઓએ રૂ.8.86 કરોડ, વોર્ડ નં.5માં 9235 કરદાતાઓએ રૂ.5.60 કરોડ, વોર્ડ નં.6માં 7881 કરદાતાઓએ રૂ.6.46 કરોડ, વોર્ડ નં.7માં 31714 કરદાતાઓએ રૂ.27.56 કરોડ, વોર્ડ નં.8માં 19061 કરદાતાઓએ 19.73 કરોડ, વોર્ડ નં.9માં 26230 કરદાતાઓએ રૂ.15.15 કરોડ, વોર્ડ નં.10માં 20223 કરદાતાઓએ 16.34 કરોડ, વોર્ડ નં.11માં 33336 કરદાતાઓએ 21.80 કરોડ, વોર્ડ નં.12માં 21897 કરદાતાઓએ 12.83 કરોડ, વોર્ડ નં.13માં 14820 કરદાતાઓએ 10.61 કરોડ, વોર્ડ નં.14માં 13874 કરદાતાઓએ 8.07 કરોડ, વોર્ડ નં.15માં સૌથી ઓછા 5441 કરદાતાઓએ વેરા વળતર યોજનાનો લાભ લીધો છે અને રૂ.6.19 કરોડ જમા કરાવ્યા છે. જ્યારે વોર્ડ નં.16માં 7630 કરદાતાઓએ રૂ.4.16 કરોડ, વોર્ડ નં.17માં 11252 કરદાતાઓએ 5.21 કરોડ અને વોર્ડ નં.18માં 20572 કરદાતાઓએ 13.44 કરોડ રૂપિયા વેરા પેટે ભરપાઇ કર્યા છે.

વેરા વળતર યોજનાનો કુલ 309247 કરદાતાઓએ લાભ લીધો છે અને કોર્પોરેશનની તીજોરીમાં 211.82 કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. ટેક્સ બ્રાન્ચ દ્વારા રૂ.21.64 કરોડની ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે.

24672 કરદાતાઓ વધ્યા આવકમાં 34.60 કરોડનો વધારો

મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને મ્યુનિ. કમિશનર આનંદ પટેલે એડવાન્સ વેરા વળતર યોજના તા.12-એપ્રિલથી શરૂ કરવામાં આવી હતી. જેમાં 309247 મિલ્કતધારકોએ કુલ રૂ.211.82 કરોડનો વેરો ભરપાઈ કર્યો છે. શહેરના કુલ 207133 મિલકતધારકોએ રૂ. 127.20 કરોડનો ઓનલાઇન વેરો ભરપાઈ કર્યો છે. જેમાં કુલ રૂ.21.64 કરોડનું વળતર આપવામાં આવ્યું છે. ગત વર્ષની સરખામણીએ વધુ 24672 કરદાતાઓએ રૂ.34.6 કરોડનો વેરો ભરપાઈ કર્યો છે. રાજકોટ શહેરના ફરજનિષ્ઠ નાગરિકો દ્વારા વેરો ભરપાઈ કરવામાં આવતા તંત્ર દ્વારા શહેરના વિકાસ કામોને વેગ મળે છે. શહેરના વિકાસમાં નાગરિકોનો ખુબ મોટું યોગદાન છે. વેરો ચૂકવી પોતાનું કર્તવ્ય નિભાવનાર રાજકોટના નાગરિકોનો રાજકોટ મહાનગરપાલિકા આભાર વ્યક્ત કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.