Abtak Media Google News

નાગરિકોની પ્રાઈવસી જોખમાતી હોવાની દલીલ મામલે વડી અદાલતમાં UIDAIના સીઈઓ ભુષણ પાંડેનો ખુલાસો

ઘણા સમયી દેશમાં આધારકાર્ડનો મુદ્દો જોરશોરી ગાજી રહ્યો છે. ત્યારે આ મુદ્દા ઉપર યુઆઈડીએઆઈના સીઈઓ અજય ભુષણ પાંડેએ પાણીઢોળ કરી નાખ્યું છે. તેમણે કહ્યું છે કે, આધારકાર્ડ ઓળખપત્રી વિશેષ કશું નથી. નાગરિકની ઓળખ માટે આધાર ઉપર સંપૂર્ણ નિર્ભર રહી શકાય નહીં તેવું પણ કહેવું છે.

આધારની કાયદેસરતા મુદ્દે ઘણા સમયી વડી અદાલતમાં જંગ ચાલી રહી છે. રાઈટ ટુ પ્રાઈવસી હેઠળ આધારને પડકારવામાં આવે છે. આધારના માધ્યમી સરકાર નાગરિકોની કયાં સ્થળે મુલાકાત લે છે તે કઈ એરલાઈન્સનો ઉપયોગ કરે છે તે કઈ કંપનીનું સીમ વાપરે છે તે કઈ શાળામાં બાળકોને ભણાવે છે તે સહિતની ગતિવિધિ ઉપર નજર રાખી શકે તેવો આક્ષેપ થઈ રહ્યો છે. આ પ્રકારની હરકતી નાગરિકોની પ્રાઈવસી જોખમમાં મુકાય છે તેવી દલીલ થઈ છે. આ પ્રકારનો સુપ્રીમમાં ચાલી રહ્યો છે.

દરમિયાન યુઆઈડીએઆઈના સીઈઓ અજય ભૂષણ પાંડેએ વડી અદાલતમાં કહ્યું છે કે, અમે લોકોના નાણાકીય લેવડ-દેવડ વિશે જાણી શકતા નથી. કઈ કંપનીનું સીમ વાપરે છે તે પણ જાણી શકતા નથી. આધારનો ઓથીન્ટીકેશન માટે ૧૯૯૬ કરોડ વખત ઉપયોગ થઈ ચૂકયો છે. ૪૬૪ કરોડ વખત ઈ-કેવાયસી વેરીફીકેશન થયું છે. દરરોજ ૪ કરોડ ઓથીન્ટીકેશન થઈ રહ્યાં છે. દરેક આધારકાર્ડ સો જોડાયેલો બાયોમેટ્રીક ડેટા એકદમ સુરક્ષીત છે. કારણ કે જે સ્થળે તે રાખવામાં આવે છે ત્યારે ઈન્ટરનેટનું કનેકશન જ નથી. દરેક આધાર બાયોમેટ્રીકમાં ૨૦૪૮ કોમ્બીનેશનનું લોક હોય છે. જેને ડીકોડ કરવા માટે આપણુ સૌથી ઝડપી કોમ્પ્યુટર પણ અક્ષમ છે. દેશની સૌથી બેસ્ટ અને સેફ આઈડેન્ટી છે.

દરમિયાન બાળકો માટે યુનિક આઈડી પૂરું પાડવા, હોસ્પિટલો અને શાળાઓમાં કેમ્પ ચલાવવામાં આવતા હોવાનું વડી અદાલતમાં યુઆઈડીએઆઈ દ્વારા જણાવાયું છે. મુખ્ય ન્યાયમૂર્તિ દિપક મિશ્રાની અધ્યક્ષતાવાળી પાંચ ન્યાયાધીશોની ખંડપીઠે સવાલ કર્યો હતો કે, જો કોઈ વ્યક્તિ બાયોમેટ્રીક વિનાનું હોય તો તેને આધાર તથા ર્આથીક લાભ મળી શકે. તેના જવાબમાં પાન્ડેએ કહ્યું હતું કે, જો માતા-પિતા સહમત થાય તો જન્મેલા બાળકને પણ આધાર મળી શકે. આ આધાર બાળકના માતા-પિતા સો જોડાયેલો રહેશે.

બાળક પાંચ વર્ષનું હશે ત્યારે તેના આધાર માટે બાયોમેટ્રીક સહિતનો ડેટા લેવાશે. ત્યારબાદ ૧૫ વર્ષે આ જ કાર્યવાહી રીપીટ કરવામાં આવશે. એકંદરે સરકારે નાનાી લઈ મોટા સુધી તમામને આધાર પૂરો પાડવા વ્યાજબી કહી શકાય તેવી સુવિધા ગોઠવી હોવાનો મત નિષ્ણાંતોનો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.