Abtak Media Google News

પ્રથમ વનડેમાં આફ્રિકાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો : ઓલરાઉન્ડર તરીકે વેંકેટેશ ઐયરનો ડેબ્યુ.

આફ્રિકાએ 5મી ઓવરમાં જનેમન મલાનને ગુમાવ્યો.

ટેસ્ટ સીરીઝ હાર્યા  બાદ ભારત આફ્રિકા વચ્ચે આજે વનડે સિરીઝ નો પ્રારંભ થયો હતો. જેમાં આફ્રિકાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધેલો છે. ટેસ્ટ સિરીઝ હાર્યા બાદ ભારતે  કંઈજ ગુમાવવાનું રહેતું નથી. પરંતુ સૌથી મોટો સવાલ ભારતીય ટીમ માટે એ છે કે ટીમને યોગ્ય રીતે સમજી અને ટીમનું નેતૃત્વ ત્રણ ફોર્મેટમાં કોણ કરી શકશે.

હાલ જે રીતે રાહુલને તો ખાલી પાંચ સોંપવામાં આવ્યું છે તે એક્સપેરિમેન્ટ પૂરતું યોગ્ય છે પરંતુ જો તેને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવામાં આવે તો તેમને ઘણી માઠી સમસ્યાનો સામનો કરવો પડશે અને જે રીતે ટીમ ઉભરીને આવી જોઈએ તે પણ શક્ય નહીં બને. હાલના તબબકે ટીમમાં સિનિયર ખિલાડીઓ હોવા છતાં પણ જે જરૂરી જવાબદારીઓ આપવામાં આવેલી હોઈ તે કોઈજ પાસે નથી. પરિણામે ટીમ મેનેજમેન્ટે નવોદિત ખિલાડીઓ પર મદાર રાખવો પડ્યો છે.

શરૂ થયેલી આફ્રિકા સામેની વનડે સીરીઝ ભારતીય ટીમ માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે એક તરફ ટેસ્ટ સીરીઝના હારનો બદલો તો સામે કે.એલ.રાહુલ નું સુકાનીપદ આ બંને પરિબળોને ધ્યાને લઇને ભારતીય ટીમ મેદાનમાં ઉતરી છે. ત્યારે  કે.એલ  રાહુલનું સુકાની પદ પર ટીમ મેનેજમેન્ટની પણ નજર રહેશે. પ્રથમ મેચમાં ભારતીય ટીમના પ્લેઇંગ ઇલેવનમાં વેંકેટેશ ઐયરને ઓલરાઉન્ડર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે ત્યારે તેની જવાબદારી પણ એટલીજ છે. સામે શરૂ થયેલી વન-ડે સિરીઝમાં નવોદિત ખેલાડીઓને તક આપવામાં આવેલી છે.

ટીમ ઇન્ડિયા પ્લેઇંગ ઇલેવન 

કે.એલ રાહુલ, શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, રિસભ પંત, વેંકેટેશ ઐયર, શાર્દુલ ઠાકુર, આર.અશ્વિન, યઝુવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર નો સમાવેશ થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.