Abtak Media Google News

કેએલ રાહુલની અણનમ અડધી સદી (70)ની મદદથી ભારતે દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે વાપસી કરી છે. પ્રથમ દિવસના અંતે ભારતે 59 ઓવરમાં 8 વિકેટે 208 રન બનાવી લીધા છે. દિવસના અંતે કેએલ રાહુલ 70 અને મોહમ્મદ સિરાજ 00 રને રમતમાં છે. વરસાદ અને ખરાબ રોશનીની કારણે પ્રથમ દિવસે ફક્ત 59 ઓવરની રમત શક્ય બની હતી.

ભારતીય ટીમ માટે કે. એલ રાહુલે ડેમેજ કંટ્રોલ કર્યું : 6 નંબર માટે ફિટ

દક્ષિણ આફ્રિકાના કેપ્ટન બાવુમાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતીય પ્લેઇંગ ઇલેવનની વાત કરીએ તો રોહિત શર્માએ 4 ફાસ્ટ બોલર સાથે જવાનો નિર્ણય કર્યો છે. સિરાજ અને બુમરાહ ઉપરાંત શાર્દુલ ઠાકુર અને પ્રસિદ્ધ કૃષ્ણાને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું છે.

કૃષ્ણાએ ટેસ્ટ ડેબ્યૂ કર્યું છે, જસપ્રીત બુમરાહે ડેબ્યૂ કેપ સોંપી હતી. આ ઉપરાંત રોહિતે જાડેજાના સ્થાને અશ્વિનને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપ્યું છે.

ભારતીય ટીમની વિકેટ જે રીતે પડી તેને જોતા એ વાત સ્પષ્ટ છે કે રાહુલે ભારતીય ટીમ માટે ડેમેજ કંટ્રોલ કર્યું છે. અને એ વાત પણ પુરવાર કરી છે કે કે તે નબર 6 માટે ફિટ છે. ત્યારે આફ્રિકા સિરીઝ માટે રાહુલની ઇન્નિંગ્સ ખુબજ મહત્વની અને ઉપયોગી નીવડશે. છઠ્ઠા નંબરે આવેલા કે એલ રાહુલે ભારતની ડગમગી ગયેલી પારીને સંભાળી હતી. અને પ્રથમ દિવસે 70 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા ને ભારતીય ટીમનો સ્કોર મહામહેનતે 200 રનની પાર પહોંચાડ્યો હતો. જે બાદ વરસાદના કારણે પ્રથમ દિવસની મેચનો ધ એન્ડ થયો હતો જ્યાં સુધીમાં ભારતે 208 રન બનાવી 8 વિકેટ ગુમાવી હતી. આજે બીજા દિવસે કે એલ રાહુલ અને મોહમ્મદ સિરાજ પારીને આગળ વધારવા મેદાનમાં ઉતરશે.

સાઉથ આફ્રિકા તરફથી ફાસ્ટ બોલર રબાડાએ તરખાડ મચાવ્યો હતો. 5 વિકેટ ઝડપી ટીમ ઈન્ડિયાના બેટરોને પેવેલિયન ભેગા કર્યા હતા. ત્યારે જોઈએ મેચના 5 મોટા કારણ જેના કારણે ટીમ ઈન્ડિયાની હાલત ખસ્તા દેખાઈ..

પ્રસિદ્ધ ક્રિષ્ના અને શાર્દુલ ઠાકુર માટે અસ્તિત્વનો સવાલ

બોક્સિંગ ડે ટેસ્ટમાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની જગ્યાએ પ્રસિદ્ધ કૃષ્ણાને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. શમીના સ્થાને પ્રસિદ્ધ કૃષ્ણા કે પછી મુકેશ કુમારને પ્લેઈંગ ઈલેવનમાં સમાવવાના હતા. રોહિતે કૃષ્ણાને પ્રાધાન્ય આપ્યું કારણ કે તાજેતરમાં જ તેણે ભારત એ માટે દક્ષિણ આફ્રિકામાં સારી બોલિંગ કરી હતી. કૃષ્ણાએ સાઉથ આફ્રિકા એ સામેની અનઓફિસિઅલ ટેસ્ટ મેચમાં પાંચ વિકેટ ઝડપી હતી. તેમાં હેટ્રિક પણ સામેલ હતી. મોહમ્મદ શમી ઈજાના કારણે ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. ત્યારે હાલ પ્રસિદ્ધ ક્રિષ્ના અને શર્દુલ ઠાકુર માટે અસ્તિત્વનો પ્રશ્ન ઉદ્ભવીત થયો છે. ક્રિષ્ના માટે જરૂરી એ છે કે તે મુખ્યત્વે શોર્ટ બોલ નાખી રહ્યો છે. જે આફ્રિકા વિકેટ ઉપર કારગત સાબિત નહિ થાય. ઠાકુરને પણ કે તક મળી છે તેનો તેને ભરપૂર ફાયદો લેવો જરૂરી .

ભારતની બેટિંગ નબળી રહી, બેદરકારીના કારણે વિકેટ પડી

ભારતીય બેટ્સમેનોની જે રીતે વિકેટ પડી તે જોતા એ વાત સ્પષ્ટ થઈ કે ભારતની બેટિંગ અને ભારતના બેટ્સમેનો આફ્રિકાની વિકેટ ઉપર જે રીતે રમત રમવી જોઈએ તે ન રમી શક્યા. તરફ ભારતીય બેટ્સમેનોની જે વિકેટો પડી તે બોલેરોની નહીં પરંતુ બેટ્સમેનોની બેદરકારીના પગલે પરી હતી સુકાની રોહિત શર્મા દ્વારા શોર્ટબોલમાં જે રીતે બેટિંગ કરવી જોઈએ તે ન કરતા તેને પોતાની વિકેટ ગુમાવી પડી હતી. આ વાત માત્ર રોહિત શર્મા પૂરતી જ નહીં પરંતુ દરેક બેટ્સમેનો જે આઉટ થયા તેમને પણ લાગુ પડી છે.

રબાડા ખતરનાક સાબિત થયો

જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય દક્ષિણ આફ્રિકાને ફળીઓ અને તેમાં પણ રબાળાએ પોતાનો ખતરનાક અંદાજ દેખાડ્યો હતો અને ભારતીય બેટ્સમેનોને ગુટણીએ પાડી દીધા હતા. 17 ઓવર ના સ્પેલમાં રબાડાએ 44 રન આપી પાંચ મહત્વપૂર્ણ વિકેટો ઝડપી હતી જેમાં તેને ત્રણ મેડન ઓવર પણ નાખી હતી. રબારી સહિતના આફ્રિકાના બોલરો ભારતની નબળાઈ ઓળખી ગયા હતા અને પરિણામ સ્વરૂપે જ યોગ્ય રીતે બોલીંગ કરી ભારતીય બેટ્સમેનોને બેકફૂટ ઉપર ધકેલીયા હતા.

બોલરોએ ડીસિપ્લીનથી બોલીંગ કરવી જરૂરી

હાલ વરસાદના વિચારે પ્રથમ દિવસના અંતે ભારત આઠ વિકેટે 208 જ બનાવી શક્યું ત્યારે બીજા દિવસે ભારતના બોલરોએ ડિસિપ્લિન બોલિંગ કરવી ખૂબ જ આવશ્યક રહેશે જો ભારત યોગ્ય અને લાઇન લાઇન ઉપર બોલિંગ કરશે તો જ તે આફ્રિકાને લાંબો સ્કોર ઉભો કરવામાં અટકાવી શકશે અને તેનો ફાયદો ભારતીય ટીમને પણ મળશે. 2018 નહિ સાલમાં આજ ગ્રાઉન્ડ અને વિકેટ ઉપર ભારતીય ટીમનો 63 અને વિજય થયો હતો જેમાં ચોથી ઈનિંગમાં ભારતનો દબદબો રહ્યો હતો. બોક્સિંગ ટેસ્ટમાં ભારતે પ્રથમ બેટિંગ કરી તે કદાચ ભારતને ફાયદો પણ પહોંચાડશે માત્ર જરૂર છે બોલર હોય તેની યોગ્ય લાઈન લેન્થ ઉપર બોલિંગ કરવી અને બેટ્સમેન હોય બેદરકારી વગર યોગ્ય રીતે બોલ ઉપર પ્રહાર કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.