Abtak Media Google News

અબતક, રાજકોટ

અમેરિકાની દિગ્ગજ ટેક કંપની ગૂગલ અને ભારતી એરટેલે દેશમાં પરવડે તેવા સ્માર્ટફોન અને 5 જી સેવાઓ પ્રદાન કરવા માટે ભાગદીરી કરી છે.

ગૂગલે ભારતી એરટેલમાંએક અબજ ડોલરના રોકાણની જાહેરાત કરી છે. આ ડીલની જાહેરાત બાદ ભારતી એરટેલના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. શરૂઆતના વેપારમાં શેરમાં 2ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. ગૂગલ આ રોકાણ ગૂગલ ફોર ઇન્ડિયા ડિજિટાઇઝેશન ફંડના ભાગરૂપે કરી રહ્યું છે.

આ ડીલ હેઠળ, ગૂગલ એક અબજ ડોલરમાંથી 79 કરોડ ડોલર દ્વારા ભારતી એરટેલમાં 1.28 ટકા હિસ્સેદારી ખરીદશે. બીએસઈને આજે આપવામાં આવેલી માહિતી અનુસાર, ભારતી એરટેલે સ્પષ્ટતા કરી છે કે ગૂગલ કંપનીમાં આ હિસ્સો 734રૂપિયા પ્રતિ શેરના ભાવે ખરીદશે.  70કરોડ ડોલરમાં ગુગલ સસ્તા ફોનને વિકસાવવા અને 5 જી ટેકનોલોજી પર સંશોધન કરવા માટે ભારતી એરટેલ સાથે મળીને કામ કરશે.

આ સિવાય બાકીના 30કરોડ ડોલરનો ઉપયોગ કેટલાંક વર્ષો સુધી કોમર્શિયલ એગ્રીમેન્ટ તરીકે કરવામાં આવશે. આ સંદર્ભમાં એરટેલ દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ, ગૂગલ સાથે ભાગીદારી કર્યા પછી તમામ કિંમતની શ્રેણીમાં મોબાઇલ ફોન ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત, બંને કંપનીઓ 5 ,-જીનેટવર્ક સંબંધિત કરાર હેઠળ સાથે મળીને કામ કરશે. બંને કંપનીઓ સાથે મળીને ભારતમાં બિઝનેસ માટે ક્લાઉડ ઇકોસિસ્ટમ વિકસાવશે.ભારતી એરટેલના ચેરમેન સુનિલ ભારતી મિત્તલ કહે છે કે એરટેલ અને ગૂગલ નવીન ઉત્પાદનો દ્વારા ભારતના ડિજિટલ ડિવિડન્ડના વિઝનને આગળ વધારશે. ફ્યુચર રેડી નેટવર્ક, ડિજિટલ પ્લેટફોર્મ, રાષ્ટ્રવ્યાપી વિતરણ ક્ષમતા અને પેમેન્ટ ઇકોસિસ્ટમ સાથે, કંપની ગૂગલ સાથે સહયોગમાં આગળ વધશે.

આ ભાગીદારી દ્વારા, ભારતની ડિજિટલ ઇકોસિસ્ટમ વધુ વ્યાપક અને મજબૂત થશે. એરટેલના સીઈઓ ઓફ ગોપાલ શુક્રવારે એ વાત સ્પષ્ટ કરી દીધી હતી કે હવે ગૂગલ સાથે ના ભાગીદારી માં કોઈ અવરોધ નથી તે લોકો અને બ્લાઉઝ પાર્ટનરશીપ અંગે ચાલતી વાટાઘાટો સફળતા ભણી આગળ વધી રહી છે જો એરટેલ અને ગૂગલ વચ્ચેનું આ જોડાણ સાર્થક નિવડશે તો ભારતી એરટેલ ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રે સૌથી આગળ નીકળી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.