Abtak Media Google News

ગૂગલની આ વર્ષની સૌથી મોટી ઇવેન્ટ બાય ગૂગલનું કાલે કરવામાં આવશે. આ ઇવેન્ટમાં કંપની પોતાનો ફ્લેગીશીપ સ્માર્ટફોન પિક્સેલ 2 અને પિક્સેલ 2 XL લોન્ચ કરશે. આ દરમિયાન કંપની કેટલીક નવી પ્રોડક્ટ્સ પણ લોન્ચ કરી શકે છે. કારણ કે એપલ અને સેમસંગના ફ્લેગશિપ બજારમાં આવી ગયા છે એટલે ગૂગલ માટે હવે રસ્તો સરળ નથી. કારણ કે આઇફોન X માં ઘણા ક્રાંતિકારી પરિવર્તન કરવામાં આવ્યા છે અને Google ના નવા પિક્સેલ્સમાં કેટલાંક ફેરફારો જોવા મળે છે કે નહીં તે મોટો પ્રશ્ન છે.

Google પિક્સેલ 2 ના ફોટા લીક થઈ ગયા છે અને તે Twitter પર ઇવાન બ્લેસે શેર કર્યા છે. અને તેમની છેલ્લી પોસ્ટ પર પોસ્ટ કરવામાં આવેલ ફોટો હંમેશા બરાબર જ હોય છે. તેથી તમે જે ફોટાને જોઈ રહ્યા છો તે Google પિક્સેલ 2 જ છે. આ ફોટામાં કવર લગાવેલ ફોનજ દેખાય છે, પરંતુ બીજા લિક્ડ ફોટામાં બેક પેનલ પણ જોઈ શકાય છે.

બેક પેનલ ડ્યુઅલ ટોંડ છે, પરંતુ તેમાં ડ્યુઅલ કેમેરા નથી દેખાય રહ્યા જે ફ્લેગશીપ સ્માર્ટફોન્સમાં ટ્રેન્ડ બની ચુક્યો છે. લીકડ ફોટોમાં એ સ્પષ્ટ છે કે ગૂગલ પિક્સેલ 2 એક્સએલમાં ડિસ્પ્લે એસ્પેક્ટ રેશિયો 18: 9 હશે આ ઉપરાંત બીજા મોડેલમાંમાં 16: 9 એસ્પેક્ટ રેશિયો હશે અને 5 ઇંચની પૂર્ણ એચડી ડિસ્પ્લે આપવામાં આવશે.

હોમ સ્ક્રીનમાં પણ ફેરફાર જોવા મળે છે, એટલે આ વખતે નવું લોન્ચર પણ લોન્ચ થશે. તેનું બૅન્ક ગ્લાસ ફિનિશ છે એટલે વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ પણ મળી શકે છે. હોમ સ્ક્રિન પર Google  શર્ચ બાર પાછલા સમયે ઉપર તરફ હતું, પરંતુ આ વખતે તે નીચે જોઈ શકાય છે. દેખીતી રીતે તે એન્ડ્રોઇડ 8 Oreo છે અને તેમાં કોઈ બ્લૉટવેર પણ નથી

માત્ર ડિઝાઇન અને ફોટા જ નહી પરંતુ તેના ભાવ પણ લીક થઈ રહ્યા છે. ડ્રોઈડ લાઇફના એક રિપોર્ટ મુજબ પીક્સલની કિંમત 649 ડોલર (લગભગ 42000 રૂપિયા) હશે, જ્યારે તેની 128GB મેમરી વાળાની કિંમત 749 ડોલર (લગભગ 49,000 રૂપિયા) હશે. પિક્સેલ 2 એક્સએલની કિંમત 849 ડોલર (55,750 રૂપિયા) થી શરૂ થાય છે અને 949 ડોલર તેના 128GB વાળાની કિંમત હશે. એટલે કે આ કંપની લગભગ આઇફોન એક્સ જેવા કિંમતી સ્માર્ટફોન લોન્ચ કરશે, કારણ કે આઇફોન X ની કિંમત 999 ડોલર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.