‘અબતક’ ડિજિટલ મીડિયા પ્લેટ ફોર્મ અને ટીવી ચેનલ પર
શહેરના રૂખડીયા કોલોની ફાટક પાસે આવેલી સરકારી ખાનગી શાળાને આવરી લેવાઇ
ફાટક ક્રોસ કરવાની સમસ્યા વખતે અમો પુરતી સાવચેતી રાખીએ છીએ: વિદ્યાર્થીઓનો સુર
અબતક, રાજકોટ
રાજકોટ રેલવે સ્ટેશનની આસપાસના વિસ્તારમાં ઘણી સરકારી-ખાનગી શાળાઓ આવેલી છે. સવારની શિફટના મોટા બાળકો સવારે તથા બપોરના શિફટના પ્રાથમિક શાળાના નાના બાળકોને શાળાએ આવવા-જવા માટે ફાટક ક્રોસ કરવી પડતી હોય છે જો કે ઘણા માતા-પિતાઓ પોતાના સંતાનોને ફાટકના કારણે પોતે તેડવા-મુકવા જતા હોય છે. બાજુમાં જ રેલવે જંકશન હોવાથી સતત ટ્રેનોનું આવન-જાવન થતું હોય છે.ત્યારે ઘણી વખત બાળક -વાલીઓ રાહદારીઓ વાહન-ચાલકો ઘણી વખત ઉતાવળના કારણે રેલવે ફાટક બંધ હોય તો તેની આડસ નીચેથી ભયજનક રીતે પસાર થતા હોય છે. આ સમસ્યાના નિવારણ માટે અબતક ડિજીટલ મિડિયા દ્વારા ટ્રાફીક અવેરનેશના પાઠથી રૂખડીયાપરા
ફાટક સ્થળ પર ચર્ચા યોજવામાં આવી હતી જેમાં શાળા નં. ર6 ના આચાર્ય મીનાબેન બારાઇએ ‘અબતક’ ને જણાવ્યું હતું કે અમો પ્રાર્થના સભામાં દરરોજ આ બાબતની જાગૃતિ બાબતની ચર્ચાઓ સુચનો કરીએ છીએ શાળાના શિક્ષકે દરેક બાળકને આ પરત્વે જાગૃત કરીને સજાગ કર્યા છે. તેઓ શાળા નં. ર6 ના શિક્ષક દિપકભાઇ મદલાનીએ અબતકને જણાવ્યું હતું કે, તે ચોમાસા દરમિયાન અમે શાળાના દરેક બાળકની વિશેષ કાળજી અથવા ફાટક ક્રોસ કરાવવા સુધીની કાર્યવાહી કરીએ છીએ. શિક્ષણ સમિતિના યુ.આર.સી. દિપકભાઇએ જણાવ્યું હતું કે ફાટક પાસે આવેલી સરકારી શાળાના શિક્ષકો બાળકો અને વાલીઓને આ બાબતે તકેદારીના પગલા રાખવા સતત સુચનો અને કાર્યક્રમો યોજલએ છીએ.
અબતક સાથેની વાતચીતમાં વાલીએ જણાવ્યું હતું કે કે રૂખડીયાપરામાં ફાટકની સામેની તરફ સરકારી શાળાએ બાળકને મુકવા જવું પડે ઘણી વખત સ્કુલનો સમય થઇ ગયો હોય મોડુ થતું હોય અને જો ટ્રેનને આવવાની વાર હોય તો અમે બંધ ફાટકની નીચે સરકીને ચાલ્યા જાય જેથી બાળકોને સમયસર શાળાએ મોકલી શકીએ, ઘણી વખત બાળકો એકલા જતા હોય તો ચિંતા થાય તેઓને સમજાવી મોકલીએ કે ટ્રેનનો આવવાનો સમય હોય તો ઉભા રેજો ફાટક ખુલે પછી જ જજો પરંતુ બાળકો હજુ અણસમજુ હોય તેથી તેઓને અમે જ મૂકવા જવાનો આગ્રહ રાખીએ છીએ.