Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 24,573 રિપીટર વિદ્યાર્થીની પરીક્ષાનો આજથી શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. જુદા જુદા 49 કોર્સના એક કે બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની ફરીથી પરીક્ષા લેવાનું યુનિવર્સિટીએ આયોજન કર્યું છે. રાજકોટ સહિત જુદા જુદા 35 કેન્દ્ર ઉપર પરીક્ષા આજથી શરૂ થઇ છે.ત્યારે યુનિવર્સિટી હવે સીસીટીવીના માધ્યમથી પણ કોપીકેસ પકડશે.

30 જેટલા ઓબ્ઝર્વ. તેમજ સીસીટીવી મોનીટંરીગથી વિધાર્થીઓ પર નિગરાણી રખાશે 

27826 Cpidexsdpp 1514433599 1024X538 1

આજથી શરૂ થતી પરીક્ષામાં મોટાભાગના વિદ્યાર્થીઓ 2016 અને 2019ના વર્ષના છે. જેમાં બીએ સેમેસ્ટર-1ના 3383 વિદ્યાર્થી, બી.એ સેમેસ્ટર-3ના 2691, બીબીએ સેમેસ્ટર-1ના 1700, બીબીએ સેમેસ્ટર-3ના 925, બી.કોમ. સેમેસ્ટર-1ના 6016, બી.કોમ. સેમેસ્ટર-3ના 6478, બીસીએ સેમેસ્ટર-1ના 1055, બીસીએ સેમેસ્ટર-3ના 832, બીએસસી સેમેસ્ટર-1ના 1461, બીએસસી સેમેસ્ટર-3ના 1169 ઉપરાંત બી.એડ.ના 4115 સહિત કુલ 24,573 વિદ્યાર્થીઓ નોંધાયા છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 2016 અને 2019ના વર્ષમાં એક કે બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ રહી છે ત્યારે આજથી 24573 વિદ્યાર્થીની પરીક્ષા લેવાઈ રહી છે.

જુદા જુદા 49 કોર્સના વિદ્યાર્થીઓની પરીક્ષા રાજકોટ સહિત 35 કેન્દ્ર ઉપર પરીક્ષા શરૂ થઇ છે.આ પરીક્ષા માટે યુનિવર્સિટીએ 30 જેટલા ઓબ્ઝર્વર પણ નિયુક્ત કર્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.