Abtak Media Google News

જિલ્લામાં 1346 મતદાન મથક: રપ ટકા ઇપીએમ રિઝર્વ રખાશે

જુનાગઢ જીલ્લા ની પાંચ વિધાન સભા બેઠકની ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રચિત રાજના માર્ગદર્શન હેઠળ તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે, ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં અને મતદારો ભય વિના મોટા પ્રમાણમાં મતાધિકારનો ઉપયોગ કરી શકે અને  ભારતીય ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને પારદર્શક રીતે યોજાય તે માટે   જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે મતદાન મથક પરના સ્ટાફ અને એવીએમનું પ્રથમ રેન્ડેમાઈઝેશન પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. તથા વિધાનસભા બેઠક વાર સ્ટાફની ફાળવણી કરી દેવામાં આવી છે આ સાથે તંત્ર દ્વારા ચૂંટણી લક્ષી અનેક જાહેરનામા પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યો છે.

જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક માટે કુલ 1346 જેટલા મતદાન ઉભા કરવામાં આવશે ત્યારે તે માટે રેન્ડેમાઈઝેશનમાં VVPAT  સોફ્ટવેરના માધ્યમથી જૂનાગઢ જિલ્લામાં કુલ 3565 જેટલા અધિકારી, કર્મચારીઓને પ્રિસાઇડિંગ ઓફિસર અને પોલિંગ ઓફિસરની ફરજ નક્કી કરી દેવામાં આવી છે. અને તેમને વિધાનસભા બેઠક વાર નિયુક્ત કરી દેવામાં આવ્યા છે. હવે તેમના મતદાન મથક ખાતેની ફરજની ફાળવણી હવે પછીના રેન્ડેમાઈઝેશનમાં કરવામાં આવશે. તેમ નિવાસી અધિક કલેકટર  એલ.બી. બાંભણિયાએ જણાવ્યું હતું.

જૂનાગઢ જિલ્લામાં ઈવીએમ વેરહાઉસ ખાતે રાજકીય પક્ષના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઊટખનું રેન્ડેમાઈઝેશન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક માટે કુલ 3376 (બેલેટ યુનિટ + ક્ધટ્રોલ યુનિટ) જેટલા ઈવીએમ ફાળવવામાં આવ્યાં છે. ઉપરાંત 1824 જેટલા ERMS  ફાળવવામાં આવ્યાં છે.  તકેદારીના ભાગરૂપે  25 ટકા જેટલા બેલેટ યુનિટ અને ક્ધટ્રોલ યુનિટ ઉપરાંત 35 ટકા રિઝવ ERMS   રાખવામાં આવ્યાં  આવ્યાં છે. આમ, આ રેન્ડેમાઈઝેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દરેક વિધાનસભા બેઠકના સ્ટ્રોંગ રૂમ ખાતે મોકલી દેવામાં આવ્યાં હતા.

ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો, ઉમેદવારો તથા તેમના ટેકેદારો દ્વારા સભા-સરઘસ અંતર્ગત લાઉડ સ્પીકર દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવનાર છે. આ ચૂંટણી પ્રચાર દરમિયાન જાહેર જનતાને ત્રાસ, જોખમ, ભય અથવા નુકશાન થતું અટકાવવા, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે, કોઇ અનિચ્છનીય બનાવ ન બને જિલ્લામાં જાહેર સુલેહશાંતી અને સલામતીને હાની ન પહોંચે અને લોકોમાં સંવાદિતા યથાવત જળવાય રહે તે હેતુસર જૂનાગઢ જિલ્લા મેજિસ્ટ્રેટ રચિત રાજ દ્વારા લાઉડ સ્પીકર વગાડવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામામાં સક્ષમ અધિકારીની પરવાનગી મેળવ્યા સિવાય જાહેરમાં લાઉડસ્પીકર વગાડી શકાશે નહીં. સક્ષમ અધિકારી તરફથી જે શરતે પરવાનગી અપાયેલ છે તે શરતોનુ; પાલન કરવાનું રહેશે.  લાઉડ સ્પીકર ફકત સવારનાં 6.00 કલાકથી રાત્રીના 10-કલાક સુધી જ જાહેર જનતાને ત્રાસ, જોખમ, ભય અથવા નુકશાન ન થાય તે રીતે વગાડવાના રહેશે.

કેબલ નેટવર્ક, ટીવી ચેનલ, સિનેમા ગૃહોના પ્રસારણની સીડી 24 કલાકમાં રજૂ કરવી પડશે

પ્રવર્તમાન ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો, ઉમેદવારો, સંસ્થાઓ તેમજ ટેકેદારો તરફથી ઇલેકટ્રોનીક મીડિયા માધ્યમથી પ્રસારણ સ્થાનિક કંન્ટ્રોલરૂમથી તથા ટીવી ચેનલના રાજ્ય, આંતર રાજ્ય કે આંતર રાષ્ટ્રીય તેમજ એએમ અને એફએમ રેડિયો નેટવર્ક, સિનેમા ગૃહો વગેરેથી કરવામાં આવે છે. ત્યારે ચૂંટણી પંચે જાહેર કરેલ આદર્શ આચારસંહિતાની અમલવારી સુનિશ્વિત કરી શકાય, ચૂંટણી પ્રચાર સમયગાળા દરમિયાન હરીફ ઉમેદવારો, રાજકીય પક્ષો, સામાન્ય નાગરીકો તરફથી આચારસંહિતાનો ભંગ થયાની ફરિયાદો મળતી રહે છે.

આવી ફરિયાદોમાં તથ્ય છે કે કેમ? તે ચકાસી શકાય તથા આદર્શ આચારસંહિતાનું કે  જાહેરનામાનો ભંગ થયેલ છે કે કેમ? તે ચકાસી જો ભંગ થયાનું જણાય તો તાકીદના ધોરણે સબંધિતો સામે યોગ્ય પગલા લઇ શકાય તે માટે જૂનાગઢ જિલ્લા મેજિસ્ટ્રેટ રચિત રાજ દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે કે, સ્થાનિક કેબલ નેટવર્ક, ટીવી ચેનલ, સિનેમા ગૃહો વગેરે દ્વારા ઇલેકટ્રોનીક પ્રસાર માધ્યમ તરીકે તેઓ તરફથી આ જાહેરનામાની તારીખથી ચૂંટણી પ્રક્રિયા પુરી થતા સુધીના સમયગાળા દરમિયાન પ્રત્યેક દિવસે સવારના 6-00 કલાકથી બીજા દિવસના સવારના 6-00 કલાક સુધીમાં કરવામાં આવેલ પ્રસારણની પ્રત્યેક સીડી પુરા થતા ચોવીસ કલાકના સમયગાળા બાદ તુરત જ સવારના 10-30 કલાક સુધીમાં જિલ્લા કક્ષાની મીડિયા સર્ટીફીકેશન એન્ડ મોનીટરીંગ કમીટીના સભ્ય સચિવ અને નાયબ માહિતી નિયામક, જૂનાગઢની કચેરી ખાતે રૂબરૂ પહોંચાડી, સીડી પહોંચાડ્યા બદલ પહોંચ મેળવી રેકર્ડ જાળવવી, જરૂરિયાતના પ્રસંગે 24 કલાક પુરા થતા પહેલા પણ કરવામાં આવેલ પ્રસારણની સીડી માંગવામાં આવે તો રજૂ કરવાની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.