Abtak Media Google News

ગુજરાતમાં પોલીસ ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, પોલીસની ભરતીના નિયમોમાં સંભવિત રીતે ધરખમ ફેરફાર થવા જઇ રહ્યા છે. કોચિંગ ક્લાસ વગર ઉમેદવારો પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા થઈ શકે છે. નોંધનિય છે કે, લાંબા સમયથી નવા નિયમ બનાવવા અંગે મથામણ ચાલી રહી છે. જોકે હાલ માહિતી મુજબ સીએમની અધ્યક્ષતામાં આ નિયમોને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

કોચિંગ ક્લાસ વગર ઉમેદવારો પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થાની શક્યતા: મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં નિયમોને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે

પોલીસની ભરતીના ઈચ્છુક ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ પોલીસની ભરતીના નિયમોમાં ધરખમ ફેરફાર થઈ શકે છે. માહિતી પ્રમાણે લાંબા સમયથી નવા નિયમ બનાવવા અંગે મથામણ ચાલી રહી છે. જોકે હવે શારીરિક કસોટી અને લેખિત કસોટી અંગેના નિયમમાં ફેરફાર થઈ શકે છે. આ સાથે કોચિંગ ક્લાસ વગર ઉમેદવારો પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા થઈ શકે છે. જેને લઈ સીએમની અધ્યક્ષતામાં નિયમોને આખરી ઓપ અપાઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.