Abtak Media Google News

ભોજન કરતી વખતે આપણે અજાણતા જ કેટલીયે ભૂલો કરી બેસીએ છીએ. જેનુ પરિણામ આપણને પાછળથી જોવા મળે છે. ઘણીવાર આપણી આવી આદતો જ બીમારીનું કારણ બની જાય છે. તો ચાલો જાણીએ જમતી વખતે શું કરવુ જોઇએ.

ભોજન કરતી વખતે વાત ન કરવી જોઇએ. ઘણીવાર વાતો કરતી વખતે ભોજન આહાર નળીમાં ફસાઇ જાય છે. જેના કારણે ખાંસી થવા લાગે છે. અને સાથે આંખ અને નાંકમાંથી પાણી નીકળવા લાગે છે.

જમતી વખતે અને જમ્યા પછી તરત જ પાણી ન પીવુ જોઇએ. જો ભોજન કરતી વખતે પાણી પીવાની આદત હોય તો આ આદત બદલી નાખો કારણ કે આમ કરવાથી પાચનતંત્ર નબળુ પડી જાય છે. ભારતમાં અન્નને દેવી-દેવતા સમાન માનવામાં આવે છે. અને થાળીમાં અન્નને છોડવુ દેવતાના અપમાન બરાબર છે. આથી થાળીમાં ક્યારેય પણ ભોજન અધુરુ છોડવુ ન જોઇએ.

જમતી વખતે પોતાનો મોબાઇલ સાઇડમાં મુકી દેવો અને ભોજનનો આનંદ લેવો.  તમારી મોબાઈલની આદત તમારા સ્વાસ્થ્યને બગાડવામાં યોગદાન આપશે. જમ્યા પછી તરત જ સુવુ જોઇએ નહિ. સુઇ જવાથી ભોજન પચાવાનો રસ પોતાનું કામ યોગ્ય રીતે કરી શકતો નથી. જેથી એસિડિટી અને અપચાની સમસ્યા ઉદ્ભવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.