જો કોઈ શબ્દ સાંભળતા જ તમે તેનું ફોટો ઈમેજીનેસન કરી શકો છો ???? જો ના કરી શકતા હો તો તમે અફેન્ટેસિયાના શિકાર છો.

તમને જયારે પણ કોઈ દ્રશ્ય કે વસ્તુની કલ્પના કરવાનું કહેવામાં આવે છે ત્યારે તમારાં મગજમાં તે વસ્તુને લઈને એક ઈમેજ આવે છે. જો ફૂલનો બગીચો શબ્દ સાંભળતાં જ તમે મનમાં કોઈ ફૂલોનાં બગીચાને ઈમેજીન કરી શકો છો?  વિશ્વમાં 2% થી 5% લોકો એવા છે જેઓ આવી કલ્પના કે તે શબ્દને લઈને માનસિક  છબી બનાવી શકતાં નથી. આ સ્થિતિને ‘અફેન્ટેસિયા’ કહેવામાં આવે છે એટલે કે આ લોકો માનસિક રીતે કંઈપણ કલ્પના કરવામાં અસમર્થ હોય છે.

અફેન્ટેસિયાથી પીડિત લોકો યાદોની માનસિક છબીઓ બનાવવામાં નબળાં હોય છે

અફેન્ટેસિયાએ તમારી યાદ રાખવાની ક્ષમતાને પણ અસર કરે  છે. અફેન્ટેસિયા પીડિત લોકોનાં જીવનમાં આ ઘટનાઓની યાદો હોય છે, પરંતુ તેઓ તેને વિસ્તૃત કરવામાં સક્ષમ હોતા નથી. આ નવી માહિતી માત્ર રોગ વિશેની નવી વિગતો જ નહીં પણ મેમરીમાં માનસિક છબીની રચનાની મહત્વપૂર્ણ ભૂમિકાને પણ પ્રકાશિત કરે છે.

અફેન્ટેસિયા ધરાવતાં લોકો ભૂતકાળની ઘટનાઓને યાદ કરતી વખતે અથવા તો ભવિષ્યની સંભવિત ઘટનાઓ વિશે વિચારતી વખતે માનસિક છબ્બીઓ બનાવવામાં અસમર્થ હોય છે. તેથી જ વૈજ્ઞાનિકોએ એ જાણવાનો પ્રયાસ કર્યો કે, શું અફેન્ટેસિયાનાં દર્દીઓની યાદશક્તિ પણ ઓછી થાય છે

દર્દી ભૂતકાળની ઘટનાઓને યાદ રાખવાં સક્ષમ હોય છે

અફેન્ટેસિયા પીડિત વ્યક્તિ માનસિક છબ્બીઓ બનાવવામાં સક્ષમ નથી. જો કે, તેમની સ્થાન સંબંધિત માનસિક છબ્બી બનાવવાની ક્ષમતા સામાન્ય લોકો જેવી જ હોય છે. આ બીમારીથી પીડિત લોકોએ સામાન્ય લોકો કરતાં ભૂતકાળ અને ભવિષ્યની સંભવિત ઘટનાઓ વિશે ઓછી માહિતી આપી  શકે છે, જો કે,  અફેન્ટેસિયા પીડિત વ્યક્તિ ગંધ, શ્રવણ, વિચાર અથવા લાગણી વિશેની માહિતીમાં કોઈ તફાવત હોતો નથી.

માનસિક છબ્બીના અભાવના કારણે ભાવનાત્મક જોડાણ  વધી શકતું નથી

માનસિક છબ્બી કોઈપણ વ્યક્તિ કે વસ્તુ સાથેના ભાવનાત્મક જોડાણમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. અફેન્ટેસિયા પીડિતો તેમના અનુભવોમાંથી લાગણીઓ પ્રાપ્ત તો કરી લે છે, પરંતુ માનસિક છબ્બીઓ દ્વારા તેમના ભાવનાત્મક જોડાણને વધારી શકતું નથી. માનસિક છબી બનાવવી એ બધું જ નથી. અફેન્ટેસિયા પીડિત ભૂતકાળની ઘટનાઓને યાદ રાખવામાં સક્ષમ છે