Abtak Media Google News

જામનગર સમાચાર

જામનગરમાં હજુ ગઇકાલે જ છાશવાલાના ફ્રીજમાંથી જીવાંત નીકળી હતી ત્યારે આજે શહેરમાં આવેલ યુએસના પિઝામાં નાના વંદા નિકળતા તંત્ર સામે સવાલો થઇ રહ્યાં છે. બે દિવસમાં બે જગ્યાએ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી ઘટના બનેલ છે. જાણવા મળતી વિગત મુજબ જામનગરમાં યુએસ પિઝામાં ગઇકાલે રાત્રે એક વ્યક્તિ પરિવારજનો સાથે યુએસ પિઝામાં પિઝા ખાવા ગયેલ ત્યારે ઓર્ડર આપ્યાં બાદ પિઝા સર્વ કરતી વખતે નાનો વંદો નિકળ્યો હતો.

તે પરિવારના સભ્યોએ ત્યાંના સ્ટાફ તથા માલિકને પિઝામાં વંદો હોવાનું જણાવતા તેઓએ માફી માંગી અને હવે નહીં થાય તેવી વાતો કરેલ પરંતુ તે જાગૃત પરિવારે જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગને ફરિયાદ કરી હતી. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા લોકો સાથે મનપાનું આરોગ્ય વિભાગ ક્યારે કડક કાર્યવાહી કરશે. તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.

‘અબતક’ સાથેની વાતચિતમાં પ્રકાશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે અમે ગત રાત્રે યુએસ પિઝામાં પરિવારજનો સાથે પિઝા ખાવા ગયેલ ત્યારે અમારા પિઝામાં નાનો વંદો નિકળ્યો. તે જ સમયે અમે ત્યાંના સ્ટાફ-માલિકને જાણ કરી તો તેઓએ માફી માંગી બીજી વખત નહીં થાય તેનું ધ્યાન રાખીશું. અમે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને ફરિયાદ કરી છે. હવે તેઓ કાર્યવાહી કરે તો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા અટકાવી શકાય.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.