પાણીપુરી ખાતા પહેલા સો વખત વિચારજો… જામનગરમાં થયું કઈક આવું..!!

પંચેશ્વર ટાવર, શરૂ સેકશન રોડ, બેડી બંદર, દરેડ ફેઇસ 2-3માં ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં નિરિક્ષણ કરી મરચા પાઉડર, ગરમ મસાલો, ચુરમાના લાડુ સહિતના નમૂના લઇ પરિક્ષણ અર્થે મોકલાયા

પાણીપુરીના ધંધાર્થીઓ જરૂરી નિયમોનું પાલન કરે છે કે કેમ ? તે અંગે જામ્યુકોની ફૂડશાખા દ્વારા 103 ફેરિયાઓનું ઇન્સપેકશન કરાયું હતું. જેમાં પાણીમાં ખરાબી જણાતા 47 લીટર પાણીનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પંચેશ્વર ટાવર, શરૂ સેકશન રોડ, દરેડ ફેઇસ 2-3 સહિતના સ્થળે ચેકીંગ કરી મરચા, પાવડર, લાડુ, દુધ, મસાલાના નમુના લઇ પરીક્ષણ અર્થે મોકલાયા હતા.

મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા તા.12થી 17 દરમ્યાન શહેર ના પંચેશ્વર ટાવર વિસ્તારમાં આવેલ ગોકુલ પ્રોવિઝનમાંથી મરચા પાવડર, કેશરમાંથી ગરમ મસાલો અને શરૂ સેકશન રોડ પર આવેલ અંબિકા સ્વીટમાંથી ચુરમાના લાડુ તેમજ બેડી બંદર રોડ પર આવેલ જય ભવાની ડેરી ફાર્મમાંથી મિક્ષ દુધના નમુના લઇ વડોદરા ખાતે પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત 103 જેટલા પાણી પુરીના ફેરિયાઓનું પણ ઇન્સપેકશન કરવમાં આવ્યું હતું. જે દરમ્યાન 9 જેટલા નમુનાઓ લઇ લેબોરેટરી ખાતે મોકલાયા છે તથા 47 લીટર પાણીમાં ખરાબી માલુમ પડતા તેનો સ્થળ પર જ નિકાલ કરાયો હતો. તેમજ દરેડ ફેઇઝ 2-3માં ખાણીપીણમાં ઇન્સ્પેકશન કરી શ્રીજી ડાયનીંગ હોલ, ન્યુ રંગોળી ડાયનીંગ હોલ, મહાદેવ થાળી નામની પેઢીને ફૂડ લાયસન્સ મેળવી લેવા જણાવાયું છે તથા પાટીદાર અને અંબિકા ડેરીમાં જરૂરી સુચન કરવામાં આવ્યા હતા.