Abtak Media Google News

દોસ્તો, ફરી એકવાર ઉનાળાની શરુઆતન થઇ ગઇ છે. ગરમીનો પારો ૯૦ંની ઉપર ચડી ગયો છે. આ આકરી ગરમીમાં તેનાથી બચવા ઘણા ઉપાયો કરી રહ્યાં છે . સવારના ૧૦થી સાંજના ૬ વાગ્યા સુધીમાં બહાર નીકળવા માટે વિચાર કરે છે. તે આખો દિવસ એક કંડિશનર તથા કુલર સામે બેસીને રહે છે. સાંજના સમયે બહાર નીકળે તો પાણીપુરી, ભજીયા, સમોસા, ઘુઘરા, દાબેલી, ભેળ, ચાઇનીઝ જેવી વિવિધ સ્ટ્રીટ ફુડની લારીઓ તથા સ્ટોલ જોવા મળે છે. મોઢામાં પાણી આવી જાય તેવા ફુડ્સ જોઇને કાંઇ રહી નથી શકતા અને તે આરોગે છે.

પરંતુ મિત્રો આ પાણીપુરી ખાતા પહેલા વિચાર્યુ છે કે શું નુકશાન કરશે સ્વાસ્થ્યને ? વડાપાવ ખાતા પહેલા વિચાર્યુ છે કે આ એક વડાપાંવ તમારી તબીયત બગાડી શકે છે. ખાવાના શોખીનો માટે આ થોડું અઘરું છે. પણ સ્વાસ્થ્યની કાળજી સિવાય કઇ મોટું નથી. જો થોડુ ધ્યાન રાખવામાં આવે તો થોડો બદલાવ લાવીને રાહતનો શ્ર્વાસ મેળવી શકીએ.
આ સ્ટ્રીટ ફુડ્ પાચન શક્તિ બગાડે છે. તેમજ આ ફુડ્સ કલાકો પહેલા બનાવવામાં આવે છે. આ ઉપરાંત મેંદો, બટાકા, તેલ, ચટપટ મસાલા ચટણી શરીરને ખૂબ નુકશાન પહોંચાડે છે અને આ જંકફુડ બધા ખૂલ્લી જગ્યામાં જ બનાવવામાં આવે છે. તો તે પ્રદૂષણયુક્ત પણ હોઇ શકે. ઉપરાંત જીવજંતુ વાળું પણ હોય છે. તો મિત્રો જંકફુડ જમતા પહેલા વિચાર કરજો કે આ પાંચ મિનિટનો ચટપટો જીભનો સ્વાદ તમારી લાંબા દિવસની બિમારીનું કારણ તો નહીં બને તો વિરામ આપો આ જંકફુડ્સને !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.