Abtak Media Google News

૩૧મી સુધી લોકો કામ વિના ઘરની બહાર ન નીકળે: બિનજરી એકબીજાને મળવાનું ટાળવું, જ્યાં કોરોનાના પોઝીટીવ કેસ મળી આવ્યા છે તે ૬ શહેરોમાં લોકડાઉન જાહેર કરાયું છે: લોકો નિશ્ર્ચિત રહે જીવન-જરીયાતની વસ્તુ પર્યાપ્ત માત્રામાં મળી રહેશે: વિજયભાઈ પાણી

ધીરે ધીરે ગુજરાતમાં પણ કોરોના વાયરસ ખતરનાક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે વિધાનસભા ગૃહમાં જાહેરાત કરી કે ગુજરાતમાં કોરોના વાયરસ બીજુ સ્ટેજ પૂરું કરીને ત્રીજા સ્ટેજમાં પ્રવેશી ચૂક્યો છે. કોરોના વાયરસની વિશ્વમાં મોટી અસર થઈ છે અને ભારતમાં પણ મોટાભાગના રાજ્યો કોરોનાની ઝપેટમાં આવ્યાં છે. ગઈ કાલે સુધી ગુજરાતમાં કોરોનાના ૧૮ કેસ હતાં જે આજે ૩૦ થયા. એટલે કે એક જ દિવસમાં ૧૨ કેસ વધ્યાં. તેમણે કહ્યું કે હવે મલ્ટીપલ અસર જોવા મળશે. અત્રે જણાવવાનું કે કોરોના વાયરસના ત્રીજા સ્ટેજમાં તે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ઝડપથી પ્રસરે છે. એટલે કે કોમ્યુનિટી સ્પ્રેડ થવાની શરૂઆત થાય છે. જે ખુબ ઘાતક પરિસ્થિતિ ગણાય છે.  વિજય રૂપાણીએ આ સાથે એમ પણ કહ્યું કે કોરોના વાયરસથી બચવાનો  એક જ ઉપાય છે અને તે છે સોશિયલ ડિસ્ટરન્સ રાખવું. લોકો ઘરમાંથી બહાર ન નીકળે. ૩૧ માર્ચ સુધી જો આપણે આ વસ્તુ જાણીશું તો ઓછામાં  ઓછા લોકોને તેની અસર થશે. માણસ ન હોય તો આપણને મજા ન આવે તે પ્રકારનો આપણો સ્વભાવ છે. સતત લોકો એકબીજાના સંપર્કમાં આવતા હોય છે અને એટલે જ કોરોનાનો વ્યાપ વધવાની પૂરતી શક્યતા છે.

આ સાથે જ તેમણે એમ પણ કહ્યું કે જનતા કર્ફ્યૂમાં એક્તાના દર્શન થયાં. જે કેસ વધી રહ્યાં છે તે અમદાવાદ વડોદરા અને સુરતમાં વધી રહ્યાં છે. એક એક માણસ કેટલા લોકોના સંપર્કમાં આવે તેનો હિસાબ મળતો નથી. રાજકોટમાં કેસ છે પણ એ વ્યક્તિ જેટલાને મળ્યાં એ બધાને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યાં છે. જો આપણા ત્યાં પોઝિટિવ કેસો એકદમ વધી જાય તો હોસ્પિટલો બેડ તમામ જરૂરિયાત વસ્તુની વ્યવસ્થા કરવા સરકારની તૈયારી છે પણ એનો વ્યાપ વધે નહીં એ માટે સાવચેતી રાખવી જરૂરી છે અને વ્યાપ વધે તો પરિસ્થિતિ આપણા કાબૂમાં આવી જાય અને મુશ્કેલી પડી શકે છે. ૩૧ માર્ચ સુધી બિન જરૂરી આવશ્યક લોકો ઘરની બહાર નીકળે તે ખૂબ જરૂરી છે.

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૨ પોઝીટીવ કેસો નોંધાયા છે. કોરોનાના કુલ કેસનો આંક હવે ૨૯એ પહોંચી ગયો છે. રાજ્ય સરકાર દ્વારા જે શહેરોમાં કોરોનાના પોઝીટીવ કેસો મળી આવ્યા છે. ત્યાં લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે. દરમિયાન આજે મુખ્યમંત્રી વિજયભાઈ પાણીએ રાજ્યની જનતાને અનુરોધ કર્યો છે કે, ૩૧મી માર્ચ સુધી લોકો કામ સીવાય ઘરની બહાર નીકળવાનું અને એકબીજાને મળવાનું ટાળે. જીવન જરીયાતની વસ્તુ પર્યાપ્ત માત્રામાં મળી રહે તે માટે સરકાર સતર્ક છે.

1.Monday 2 1

આજે તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, કચ્છ અને ગાંધીનગર એમ કુલ ૬ શહેરોમાં ૨૫મી સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનનો મતલબ એવો નથી કે, વેપાર ધંધા બંધ નહીં, લોકોને બીનજરી બહાર ન નીકળવા માટે રાજ્ય સરકાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. ન્યુયોર્કમાં એક જ દિવસમાં કોરોનાના ૫૦૦૦ જેટલા કેસો મળી આવ્યા હતા. ગુજરાતમાં આવું ન થાય તે માટે સતત પ્રજાએ સતર્ક રહેવું પડશે. બીનજરી રીતે એકબીજાને મળવાનું પણ ટાળવાની પણ તેઓએ અપીલ કરી છે. લોકડાઉન છે ત્યાં કેસ વધી રહ્યાં છે અને જ્યાં લોકડાઉન નથી ત્યાં કેસ વધે નહીં તે માટે સતત તકેદારી રાખવામાં આવી રહી છે. જીવન જરીયાતની વસ્તુ વેંચવા માટે પુરતી છુટ આપવામાં આવી છે. કોરોનાનો વ્યાપ વધે ત્યારબાદ પછતાવો કરવા કરતા અત્યારથી લોકો સાવચેત રહે તે જરી છે. તેઓએ ઉમેર્યું કે, ગુજરાતવાસીઓને હું બે હાથ જોડી વિનંતી કરુ છું કે, ભગવાને કુટુંબ સાથે રહેવાનો સમય આપ્યો છે તો આ સમય કુટુંબ સાથે વિતાવી ઘરમાં બેસી રહો. ખોટે ખોટુ બહાર નીકળવાનું ટાળો. ટ્રાન્સપોર્ટનો ઉપયોગ પણ બંધ કરવા તેઓએ અપીલ કરી છે. કોઈપણ આવશ્યક ચીજવસ્તુની ઘટ નહીં પડવા દઉ તેવી ખાતરી તેઓએ આપી છે.

મેડિકલ સ્ટોર, બેન્કીંગ સેવા, દૂધ અને શાકભાજી લોકોને પર્યાપ્ત માત્રામાં મળતા રહેશે. પોલીસ લોકોની સેવામાં છે. પોલીસ સાથે મગજમારી કરવાનું બંધ કરી સરકાર જે પગલા લઈ રહી છે તેને પુરતો સહયોગ આપવા માટે પણ તેઓએ અપીલ કરી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગુજરાતમાં કોરોનાના વધુ ૧૨ પોઝીટીવ કેસ મળી આવ્યા છે. ત્યારે હવે સતર્ક રહેવાનો સમય આવી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.