Abtak Media Google News

ગૌશાળાના સાત-લાખ મળી સાડા આઠ લાખ રોકડા અને સોના-ચાંદીના ધરેણા તસ્કરો ઉઠાવી ગયા

સીસીટીવી ફૂટેજના આધારે તપાસ: ચોરીના ગુનામા જાણભેદુની સંડોવણી

અંજાર તાલુકાના વરસામેડી ગામે દિનદહાડે યુવકને નિંદ્રામાં ખલેલ પહોચાડયા વગર તસ્કરોએ ગૌ-શાળાના સાત લાખ મળી રૂ. 8.50 લાખ રોકડા  અને સોના-ચાંદીના  ધરેણા મળી લાખો રૂપીયાની ચોરીના બનાવને પગલે પોલીસ સ્ટાફ  ડોગસ્કોડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતો સાથે દોડી જઈ તસ્કરોનું  પગેરૂ દબાવ્યું છે.

વધુ વિગત મુજબ અંજાર નજીક વરસામેડી ગામે રહેતા અને ગાંધીધામ ખાતે  ટાયરની દુકાન ધરાવતા  હરીભાઈ  શંભુભાઈ મિયાત્રા  નામના યુવાન વેપારીના  મકાનમાંથી રોકડા રૂ. 8.50 લાખ અને સોના ચાંદીના ધરેણા મળી લાખોની ચોરીની ફરિયાદ નોંધાવી છે.

પોલીસના ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી હરીભાઈના મોટાબાપુના  ત્યાં પ્રસંગ હોવાથી  સાસરે રહેલી બહેનો અને માતા પિતા  ઘરે આવ્યા હતા.  નિત્યક્રમ પ્રમાણે ગાંધીધામ  ખાતે દુકાને ગયો હતો. નાનાભાઈ  ઘરે સુતો હતો. ત્યારે અજાણ્યા શખ્સો ઘરમાં ઘુસી કબાટનો લોક તોડી જેમાં ગૌશાળાના સાત લાખ અને પરિવારના  દોઢ લાખ મળી રૂ. 8.50 લાખ અને પરિવારના  અને બહેનના સોના-ચાંદીના ધરેણા મળી લાખોની  ચોરી કરી ગયાનું બહાર આવ્યું છે.

પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી પોલીસ ઈન્સ્પેકટર એસ.ડી.સિસોદીયા સહિતના સ્ટાફે  આસપાસના સીસીટીવી કેમેરા અને જાણભેદુ હોવાની શંકાએ તપાસનો ધમધમાટ આદર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.