Abtak Media Google News

વર્ષ 2001માં આવેલી ફિલ્મ ગદરને ચાહકોનો ઘણો પ્રેમ મળ્યો હતો. ત્યારે આ હિટ ફિલ્મ ગદર: એક પ્રેમ કથાની સિક્વલ સાથે, મોટા પડદાના કલાકારો સની દેઓલ અને અમીષા પટેલ ફરી એકવાર પોતાનો જાદુ ફેલાવવા જઈ રહ્યા છે, જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન ગદર 2ના નિર્માણનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સન્ની દેઓલ હેન્ડપંપ નહિ પરંતુ એક થાંભલો ઉખડતા જોવા મળી રહ્યા છે.

Advertisement

ગદર-2 રીલીઝ થયા પહેલા જ ફીલ્મનો સીન વાયરલ થઈ રહ્યો છે. સની દેઓલ પાઘડી પહેરેલો પઠાણી સૂટમાં જોવા મળે છે. જ્યારે અભિનેત્રી સિમરત કૌર અભિનેતાની બાજુમાં થાંભલા સાથે બાંધેલી જોવા મળે છે. જ્યારે બંને બંદૂકો સાથે ખાકી વર્દીમાં સૈનિકોના મોટા જૂથ દ્વારા ઘેરાયેલા જોવા મળે છે. આટલું જ નહીં, સની દેઓલ પોતાની જાતને છોડાવતી વખતે જમીન પરથી થાંભલો ઉખેડી નાખતો જોવા મળે છે.

એક પ્રશંસકે આ વીડિયો પર કમેન્ટમાં લખ્યું, વાહ. આ વીડિયોને જોયા બાદ ઘણા લોકોએ ઓહ માય ગોડની પ્રતિક્રિયા આપી છે. જ્યારે એક પ્રશંસકે આ BTS વીડિયો શેર કરનાર વ્યક્તિને કહ્યું, આ યોગ્ય નથી. આ દ્રશ્યમાં સની દેઓલ દ્વારા કરવામાં આવેલી મહેનત જુઓ અને ફિલ્મની રિલીઝ પહેલા તેનું લીક થવું ખૂબ જ નિરાશાજનક છે. મહેરબાની કરીને #Gadar2 ટીમ આ ફિલ્મને સુરક્ષિત કરો.

11 ઓગસ્ટ, 2023 ના રોજ રિલીઝ થનારી, આ ફિલ્મમાં દિગ્દર્શક અનિલ શર્માના પુત્ર અને અભિનેતા ઉત્કર્ષ શર્મા પણ જોવા મળશે. આ પહેલીવાર નથી જ્યારે સની દેઓલની ફિલ્મનો કોઈ સીન રિલીઝ થયો હોય. આ પહેલા પણ ફિલ્મનો એક સીન વાયરલ થયો હતો, જેને ચાહકોએ ખૂબ વખાણ્યો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.