Abtak Media Google News

બોલિવૂડ સ્ટાર કપલ કેટરિના કૈફ અને વિકી કૌશલને જાનથી મારી નાખવાની ધમકી મળી

Screenshot 1 20
વિકી કૌશલે અજાણ્યા લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી મુજબ, એક વ્યક્તિ લાંબા સમયથી કેટરિના કૈફને સોશિયલ મીડિયા પર સ્ટોક કરી રહ્યો હતો પરંતુ જ્યારે વિકી કૌશલને આ વાતની ખબર પડી તો એક્ટરે પણ તે વ્યક્તિને સમજાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ તે વ્યક્તિ સમજ્યો નહીં.
Screenshot 3 15

બોલિવૂડ એક્ટર વિકી કૌશલે હાલમાં જ મુંબઈના સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વિકી કૌશલે એક વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ કરી છે. આ વ્યક્તિએ કેટરીના અને વિકીને સોશિયલ મીડિયામાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાંતાક્રૂઝ પોલીસે આ કેસમાં ઇન્ડિયન પિનલ કોડની કલમ 506(2), 354(D) r/w સેક્શન 67 IT એક્ટ હેઠળ ફરિયાદ નોંધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.