Abtak Media Google News

સોમવારે ભારતીય સ્ટાર ક્યુઇસ્ટ પંકજ અડવાણીએ IBSFની વર્લ્ડ સ્નૂકર ચેમ્પિયનશિપના ફાઇનલમાં ઇરાનના આમીર સરખોશને હરાવીને તે ટાઇટલ પોતાના નામે કર્યુ હતું. તેમની આક્રમક રમતમાં સલામતી સાથે રમતાં અડવાણીએ તેનું ૧૮મી વખત વર્લ્ડ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીત્યું હતું. અને અલ-આરબી સ્પોટર્સ ક્બલમાં આમીર સામે ૮-૨થી જીત મેળવી હતી.

૧૫મી શ્રેષ્ઠ ફ્રેમ ફાઇનલમાં આમિરે પ્રથમ ફ્રેમ સરળતાથી મેળવી હતી. તથા તેણે બીજી ફ્રેમમાં પણ મજબૂત રીતે ધ્યાન કેન્દ્રિત કર્યુ હતું. અને ૨-૦ તરફ પ્રગતિ કરી રહ્યો હતો તેમાં ગ્રીન પોટને ચુકી જતા પંકજને જીવાદોરી આપી હતી. જેને પંકજે બંને હાથે જકડી લીધી હતી. તથા સ્કોર સમાન કર્યો હતો.

પંકજે તે પછી પાછુ ફરી જોયું ન હતું. અને ૫-૨ની લીડ મેળવી હતી. જો કે ચોથી ફ્રેમમાં નજીકના શોટમાં બચ્યો હતો. ચોથી કેટલાક સરળ શોટ રમ્યા પછી પંકજે ફરી એકવખત આમિરને શરુઆતના બોલ કાઢીને ફસાવી દીધો હતો. તથા વધારામાં લાલ પોટને બીજા ૧૭ પોઇન્ટના બ્રેક બનાવીને ક્યુ બોલને અનપેક્ષિત સ્થિતિમાં મુકીને માર્જિનમાં વધારો કર્યો હતો.

નિરાશામાં આમીર તેના વાઇલ્ડ શોટથી કંઇ કરી શક્યો નહીં અને પંકજ ફરી ટેબલ પર પાછો ફરતા તેણે ૪૧ પોઇન્ટના બીજા બ્રેક સાથે તે ફ્રેમ પોતાના નામે કરી ૬-૨ની લીડ મેળવી લીધી હતી.

નવમી ફ્રેમમાં આમીરે ઓપનીંગ મેળવ્યું હોવા છતાં લાલ પોટને ચુકી જવાથી પંકજને ૭૭ પોઇન્ટનો ભવ્ય ફ્રેમ -વિજેતા બ્રેક મળવ્યો હતો જેમાં ફક્ત ૪ રેડ્સ બાકી હતા.

ફરી વિશ્ર્વ ચેમ્પિયનના ટાઇટલથી પંકજ એક ફ્રેમ દૂર હતો ત્યારે તેણે તે દસમી ફ્રેમમાં શરુના ૨૨ પોઇન્ટ કરી પોતાનો ગઢ સ્થાપિત કર્યો હતો.

જો કે આગધારી ચુકી ગયેલો શોરને કારણે આમિરે ૩૦ પોઇન્ટ  સ્કોર કરી ૮ની લીડ મેળવી લીધી હતી. તેમ છતાં શાંત અને કંપોઝ પંકજ શાંતિથી પોતાની તકની વાર જોતા અને અન્ય કલર, ફ્રેમ અને ૧૮મી વખત વર્લ્ડ ટાઇટલનો ખિતાબ ઉપાડતા પહેલાં સ્કોર ૪૭-૪૭ કર્યો હતો. જે અંતે ૬૭-૪૭ થતા. તેણે ફાઇનલ મુકાબલો જીતી ૧૮મી વખત સ્નૂકર ચેમ્પિયનશીપનું ખિતાબ પોતાને નામે કર્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.