Abtak Media Google News

અમદાવાદ 2036 ઓલિમ્પિકના પ્રબળ દાવેદારો પૈકી એક છે અને તેના માટે શહેર આક્રમક રીતે સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શહેર ફેબ્રુઆરી 2024માં રાષ્ટ્રીય આંતર-જિલ્લા જુનિયર એથ્લેટિક્સ મીટની યજમાની કરે તેવી શક્યતા છે. જે અંડર-14 અને અંડર-16 એથ્લેટિક્સ સ્પર્ધાઓમાંની સૌથી મોટી છે. ચેમ્પિયનશિપમાં લગભગ 600 જિલ્લાની એથ્લેટિક્સ ટીમો ભાગ લે તેવી અપેક્ષા છે.

આગામી વર્ષમાં રાષ્ટ્રીય જુનિયર એથલેટિક સ્પર્ધા સંભવત: ગુજરાતમાં યોજાશે

આ મીટ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ માટે તૈયાર કરવા માટે રમત પ્રતિભાને ઓળખવા અને તેનું સંવર્ધન કરવા માટે જાણીતું છે. એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ અમદાવાદમાં ઈવેન્ટનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે અને રાજ્ય સરકાર આ સંબંધમાં ટૂંક સમયમાં જાહેરાત કરે તેવી અપેક્ષા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત આ ટૂર્નામેન્ટની યજમાની કરે તેવી સંભાવના છે.

અંડર-14 અને અંડર-16 ખેલાડીઓ માટે આ વિશ્વની સૌથી મોટી એથ્લેટિક્સ ઇવેન્ટ તરીકે ગણવામાં આવે છે. આ ઇવેન્ટ એવા રાજ્યમાં આયોજિત કરવામાં આવી છે જ્યાં નોંધપાત્ર રહેવાની સગવડ ઉપલબ્ધ છે અને રમતગમતનું સારું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ છે. અમદાવાદ એક ટોચનું દાવેદાર છે કારણ કે તેની પાસે પહેલેથી જ એક ઉત્તમ રમતગમતનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે અને રાજ્ય આવાસની પૂરતી સુવિધાઓ પણ પ્રદાન કરે છે. એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના એક સ્ત્રોતે જણાવ્યું હતું કે, દેશના લગભગ 600 જિલ્લાઓમાંથી 5,000 થી વધુ સહભાગીઓ વિવિધ એથ્લેટિક્સ રમતોમાં ભાગ લે તેવી અપેક્ષા છે.

આ ઈવેન્ટ રાષ્ટ્રના છેવાડાના ભાગોમાંથી પણ રમતવીરોને તેમની પ્રતિભા પ્રદર્શિત કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. છેલ્લી વાર, તેનું આયોજન ફેબ્રુઆરી 2023 ના બીજા સપ્તાહમાં પટનામાં કરવામાં આવ્યું હતું.

હર્ડલ્સ, ડિસ્કસ થ્રો, હાઈ જમ્પ, ટ્રાયથ્લોન, જેવલિન થ્રો વગેરે જેવી રમતોનું ત્રણ દિવસીય ચેમ્પિયનશીપમાં સ્પર્ધાનું કરવામાં આવે છે.અમદાવાદ ઓલિમ્પિક 2036ની પણ યજમાની કરવા પણ તૈયારી કરી રહ્યું છે અને તેના માટે રાજ્ય સરકાર જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.