Abtak Media Google News

ધન, ધર્મ, રાજકારણ સમાજનો હિસ્સો છે, દરેક દેશોમાં આ ત્રણેય વસ્તુઓ સામાન્ય છે, પરંતુ પૃથ્વીમાં એક એવું પણ દેશ છે જ્યાં મોહ માયાથી પરે ધન, ધર્મ અને રાજકારણથી મુક્ત એક શહેર આવેલું છે. ઓરોવિલ આ શહેરની સ્થાપના ૧૯૬૨માં યુનેસ્કો દ્વારા કરવામાં આવી હતી. જ્યાં ૫૦ વિવિધ દેશોના લોકો વસેલા છે. આ શહેરની રચના મોહમાયા, ઇર્ષા અને ઝંઝટથી દૂર રહેવા માંગતા શાંતિપ્રિય લોકો માટે કરવામાં આવી હતી. જેનો હેતુ માનવતા જાણવી રાખવાનો છે. તેની ખાસીયત છે કે ત્યાં કોઇ ધર્મ નથી માનવતાને જ ધર્મ માનવામાં આવે છે.

Advertisement

ઓરોવિલની ઇમારતો આર્કટેકરાર સતત વિકસતું રહે છે. તેમજ આ શહેર સૌથી સ્વચ્છ અને લીલોતરી ધરાવે છે. આ એક ઇકો સીટી છે જે ખેતી અને અખૂટ ફળોના ઝાડ પણ છે. કુલ ૧૬૦ હેક્ટરના વિસ્તારમાં ખેતી કરવામાં આવે છે. આ શહેરની ખોજ મીરા અફસાના દ્વારા કરવામાં આવી હતી. જેને ઓરોવિલાના માતા તરીકે ઓળખવામાં આવે છે. આ શહેરમાં વધુ પ્રમાણમાં એવા લોકો આવે છે. જે માનસિક પિડાયા હોય, નબળા હોય અથવા તેની અવગણના કરવામાં આવી હોય અહીં વસેલા લોકોને ઓરોવિલા પોતાના બનાવી લે છે. માટે જ તેઓ મોજથી જીવી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.