Abtak Media Google News

હેલ્થ ન્યૂઝ 

આપણામાંથી ઘણા લોકો આપણા ઘરમાં કૂતરા પાળે છે. પહેલાના સમયમાં, આ શ્વાનને સલામતી હેતુ માટે ઉછેરવામાં આવતા હતા. પરંતુ હવે તેમને એક શોખ તરીકે ઉછેરવામાં આવે છે. ઘણા લોકો આ કૂતરાઓને તેમની સાથે સૂવા પણ દે છે.

Dog11

શ્વાનને વિશ્વના સૌથી વફાદાર પ્રાણીઓમાંના એક ગણવામાં આવે છે. શ્વાન ખરેખર ખૂબ વફાદાર પ્રાણીઓ છે. કોઈ પણ ખતરો જોતાં જ તેઓ પોતાના માલિકને બચાવવા માટે ભસવા લાગે છે. ઘણા લોકો તેમના કૂતરાઓને બાળકોની જેમ ઉછેરે છે. દુનિયામાં એવા લોકો પણ છે જેમણે પોતાના મૃત્યુ પછી પોતાની પ્રોપર્ટી આ કૂતરાઓના નામે ટ્રાન્સફર કરી દીધી. કેટલાક લોકો તેમના ઘરમાં કૂતરા માટે અલગ રૂમ બનાવે છે.

કૂતરાઓ ઘણીવાર તેમના માલિકોના ચહેરાને પ્રેમથી ચાટતા જોવા મળે છે. માલિકો આને પ્રેમ વ્યક્ત કરવાની એક રીત માને છે. કેટલાક લોકો ઓફિસેથી પાછા ફર્યા પછી તેમના કૂતરાને લાંબા સમય સુધી લાડ કરવા દે છે. જો તમારો કૂતરો પણ તમારો ચહેરો ચાટીને તમને પ્રેમ બતાવે છે, તો આ વીડિયો ફક્ત તમારા માટે છે. આ વિડિયોમાં બતાવવામાં આવ્યું હતું કે કૂતરા મોં ચાટ્યા પછી તમારા ચહેરા પર કેટલા કીડા છોડી દે છે?

સેંકડો જીવજંતુઓ રખડતા જોવા મળ્યા

જલદી તમે માઈક્રોસ્કોપની અંદર સ્લાઈડ મૂકશો, તમે જે જોશો તે તમારા રૂવાળા ઊભા થઇ જાશે. શ્વાનોની લાળમાં સેંકડો જીવજંતુઓ રખડતા જોવા મળ્યા. આ એટલા નાના છે કે તેઓ નરી આંખે જોઈ શકતા નથી. જ્યારે કૂતરા તમારા ચહેરા અથવા હાથને ચાટે છે, ત્યારે આ જંતુઓ તમારા શરીર પર ચોંટી જાય છે. ઘણા લોકો આ પછી તેમના ચહેરા અને હાથ પણ ધોતા નથી. આવી સ્થિતિમાં, એવું કહેવું ખોટું નહીં હોય કે તે રોગોનું ઘર બની જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.