Abtak Media Google News

એક સ્વસ્થ વ્યક્તિ આખા દિવસમાં લગભગ 7તી 8 વખત યુરિન પાસ કરવા જાય છે. આ નેચરલ પ્રક્રિયા દ્વારા શરીરની ગંદકી બહાર નીકળે છે અને નુકસાન પહોંચાડનારા ટોક્સિન્સથી પણ છૂટકારો મળે છે. અનેક વખત જ્યારે તમે બીમાર પડતા હશો તો ડોક્ટર્સે પેથોલોજિસ્ટ પાસે જઈને યુરિન સેમ્પલ્સ આપવાનું કહ્યું હશે. શું તમે વિચાર્યું છે કે પેશાબ દ્વારા કેવી રીતે તમને બીમારીની ખબર પડે છે. યુરિનનો કલર તમારું સ્વાસ્થ્ય જણાવી દે છે. સામાન્ય રીતે પેશાબનો રંગ પાણી જેવોકે હળવો પીળાશવાળો હોય છે. આ સિવાય કોઈ રંગ હોય તો તે ખતરના ઘંટી છે કે કેમ તે ખાસ જાણો.

Advertisement

જ્યારે તમારા યુરિનનો રંગ ગાઢ પીળો હોય તો તેનો અર્થ છે કે બોડી ડિહાઈડ્રેટેડ થઈ ચૂકી છે. એટલેકે તમારે હવે વધુ પાણી પીવાની જરૂર છે. એક હેલ્ધી એડલ્ટે રોજ 8થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ. અથવા તાજા ફળોનો રસ કે લીંબુ પાણી પીવાથી પેશાબનો રંગ નોર્મલ થઈ જશે.

જો તમારા યુરિનનો રંગ હળવો પીળો થઈ જાય તો તેનો અર્થ છે કે તમે શરીરને જેટલું પાણી જોઈએ છે એટલું પીતા નથી. આવામાં તમારે વધુ પાણી પીવું જોઈએ. અનેકવાર ડાયાબિટિસ અને ડિડની રોગનના કારણે પણ યુરિનનો રંગ આવો થઈ જાય છે.

અનેકવાર યુરિનનો રંગ વાદળો જેવો ધૂંધળો થઈ જાય છે. આ સીરિયસ ઈન્ફેક્શન તરફ ઈશારો કરે છે. બની શકે કે તમારા બેલ્ડરમાં કોઈ પ્રકારનું સંક્રમણ હોય. આવામાં તમારે તરત ડોક્ટર પાસે જવું જોઈએ.

અનેકવાર જ્યારે તમે કલર્ડ ફૂડ્સ કે એલોપેથિક મેડિસિનનું વધુ સેવન કરતા હોવ તો તેના કારણે યુરિનનો કલર ગ્રીન-બ્રાઉન થઈ શકે છે. પરંતુ જો આમ ન હોય તો તમારે તરત જ ડોક્ટર પાસે જઈને  તપાસ કરાવવી જોઈએ.

જ્યારે ગોલ બ્લેડર કે પિત્તાશયમાં ઈન્ફેક્શન થઈ જાય તો યુરિનનો રંગ બ્રાઉન થઈ જાય છે. આ સિવાય પિત્તની નળીમાં કોઈ પણ પ્રકારનો જખમ કે બ્લોકેજ પણ તેનું કારણ બની શકે છે. આવામાં તમારે તરત યુરિન ટેસ્ટ કરાવવો જોઈએ.

યુરિનનો રંગ લાગ અનેક કારણે થઈ શકે છે. જેમ કે જો તમે બીટ કે તેનો રસ પીતા હોવ તો આમ થવું સામાન્ય છે. આ સિવાય અનેક દવાઓ કે સીરપનું સેવન કરવાથી પણ આમ બની શકે. પણ ગભરાવવાની જરૂર નથી. પરંતુ અનેકવાર એવું બને છે કે યુરિન સાથે લોહી આવવા લાગે છે. જેના કારણે તેનો રંગ લાલ થઈ જાય છે. તે કિડની રોગ, ઈન્ફેક્શન, કેન્સર કે ઈન્ટરનલ બ્લિડિંગના કારણે હોઈ શકે છે.

આ લેખ તમને જાગૃત કરવાના  હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.