Abtak Media Google News

અત્યારના બાળકોને જમાડવા એ ખૂબ  જ મુશ્કેલીનું કામ બની ગયું છે. મમ્મીઓ માટે અને ખાસ કે જ્યારે બાળકોને જંક ફુડ કે હોટેલનું ભોજન વધુ પ્રિય હોય ત્યારે ઘરે બનાવેલાં ભોજનને આરોગવામાં બાળકોના નાટક શરુ થાય છે. અને તેમાં પણ જ્યારે બાળકોને ફ્રુટ ખવડાવાનો વારો આવે ત્યારે મહામહેનતે બાળકો ફ્રુટ ખાય છે તો વર્તમાન સમયમાં સીતાફળની સીઝન શરુ થઇ છે તો બાળકોને સીતાફળનાં ગુણ અને સ્વાદથી વીહોણા ન રાખતા અચુંક બાળકોને સીતાફળ ખવડાવવું તો આવો જાણીએ સીતાફળમાં ગુણ વિશે અને બાળકોને કઇ રીતે થાય છે. લાભદાઇ……

શિયાળામાં આવતા સીતાફળ બાળકોના આહાર માટે ગુણકારી તત્વોથી ભરપુર ફળ છે. તે ખૂબ સ્વાદીષ્ટ અને મીઠાસ વાળુ હોય છે. સીતાફળની ન્યુટ્રીશન વેલ્યુ જોઇએ તો તેમાં વીટામીન ગ્રામ, પ્રોટીન ૧.૭ ગ્રામ, કાર્બોહાઇડ્રેડ ૨૫ ગ્રામ, વીટામીન એ, ૩૩ IUકેલ્શીયમ ૩૦ ગ્રામ તેમજ પાણી ૭૧.૫ ગ્રામ રહેલું હોય છે. જે બાળકો માટે ખૂબ જ ફાયદાકારક રહે છે. તદ્ ઉપરાંત સીતાફળમાં એન્ટી ઓક્સીડેન્ટ રહેલાં છે. જે બાળકોનાં વિકાસમાં ખૂબ ઉપયોગી તત્વ છે. તેમજ એન્ટી બેક્ટેરીયલ પ્રોપર્ટીઝ હોય છે જે બાળકોમાં થતા કૃમિનાં પ્રશ્નને હલ કરે છે. પેટમાં કૃમિ હોવાથી બાળકોને ઘણા પ્રશ્નો ઉદ્ભવે છે જેનાંથી બાળકના સ્વાસ્થ્યને પણ અસર થાય છે તો તેને આ શિયાળામાં સીતાફળ ખવડાવવું ચુંકશો નહિં.

આટલું જાણ્યા પછી પ્રશ્નએ થાય કે બાળકોને સીતાફળ આપવું કેવી રીતે તો તેના માટે થોડી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરુરી બને છે. જેમાં સીતાફળમાંથી જ્યારે તેનો પલ્પ અલગ કરો તેમાં તેનાં જીણા કાળા બી ન રહી જાય તેનું ધ્યાન રાખવું તેમજ સીતાફળનો પલ્પ ડાયરેક્ટ આપવો તેનું જ્યુસ નહીં કાઢવું જેથી તેની મીઠાસ પણ જળવાઇ રહેશે અને સીતાફળની પેશીઓ દાતમાં સલવાસે નહિ.

તો આ હતા સિતાફળનાં ગુણ જે બાળકોના વિકાસમાં મહત્ની ભૂમિકા ભજવે છે તો શિયાળામાં બાળકોને ખાસ સિતાફળ ખવડાવશો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.