Abtak Media Google News

10 વર્ષ પહેલાં કોલેજ છોડી ચૂકેલા ઋષી શાહ આન્ત્રપ્રેન્યોર બનવાનું સપનું બહુ લાંબા સમયથી જોઈ રહ્યાં હતાં અને સપનું એવું જોયું કે અરબપતિ બનીને જ માન્યા. પોતાની મિત્ર સાથે મળીને શરૂ કરેલી કંપની આજે જે ઊંચાઈઓ પર પહોંચી ગઈ છે ત્યાં પહોંચવું બિલકુલ સરળ ન હતું. પણ જો મહેનત અને લગન જો ઋષી જેવી હોય તો કંઈ પણ અશક્ય નથી…

Maxresdefault 1ભારતીય અમેરિકન ઋષી શાહની સ્ટાર્ટઅપ કંપની ‘આઉટકમ હેલ્થ’ એક સોફ્ટવેરનો ઉપયોગ કરીને ફીઝીયન્સને સેવા આપવાની સાથે સાથે દર્દીઓના ઉપચાર સાથે જોડાયેલી જાણકારીઓ પણ આપે છે. આ કંપની ઉપચારથી લઈને મેડિકલ વોર્નિંગ જેવી ઘણી વાતો જણાવે છે.

ભારતીય અમેરિકન ઋષી શાહે 10 વર્ષ પહેલાં જ કોલેજ છોડી દીધી હતી અને આન્ત્રપ્રેન્યોર બનવાનું સપનું જોવા લાગ્યા. આજે તેઓ એક અરબપતિ બની ચૂક્યા છે. તેમની બિઝનેસ પાર્ટનર શ્રદ્ધા અગ્રવાલ પણ નજીકના ભવિષ્યમાં જ આ લિસ્ટમાં સામેલ થઇ જશે. એ બંનેએ સાથે મળીને 2006માં શિકાગોમાં એક હેલ્થકેર ટેક કંપની ‘આઉટકમ હેલ્થ’નો પાયો નાંખ્યો. તેમની કંપની આઉટકમ ન માત્ર ડૉક્ટર્સને પોતાની સેવાઓ આપે છે પણ દર્દીઓને પણ સેવા પૂરી પાડે છે.

Shah Rishi04આજે આઉટકમ હેલ્થ ન માત્ર સૌથી નવી યૂનિકોર્ન કંપનીનો દરજ્જો હાંસલ કરી શકી છે પણ એક બિલિયન ડૉલર મૂલ્યની નજીક પહોંચનારી 200 કંપનીઓની યાદીમાં ટોપ 30માં સામેલ થઇ ચૂકી છે.

મીડિયાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ઋષીએ કહ્યું,

“ડૉક્ટર્સની ઓફિસમાં કન્ટેન્ટ પૂરી પાડતી કંપનીનો શરૂઆતી વિચાર મને મારી બહેનની પ્રેરણાથી આવ્યો. મારી બહેનને ટાઇપ 1 ડાયાબિટીઝ છે. તેને ઇન્સૂલિન પંપ મળે તો તેની બ્લડ સુગર કાબુમાં રહે છે. ડિવાઈસ બનાવતી, ઇન્સૂલિન બનાવતી, બ્લાસ ગ્લૂકોમીટર, ડૉક્ટર સૌ કોઈ ફાયદામાં છે પણ સૌથી વધુ ફાયદો છે દર્દીનો. ખાસ કરીને મારી બહેનને ખૂબ ફાયદો થયો.”

કોલેજમાં મળી બિઝનેસ પાર્ટનર

Shradha Agarwal | Rishi Shah
Shradha Agarwal | Rishi Shah

ઋષીએ નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીથી અભ્યાસ કર્યો છે. યુનિવર્સિટીમાં તેમની મુલાકાત એક અન્ય વિદ્યાર્થી શ્રદ્ધા અગ્રવાલ સાથે થઇ. શિકાગોમાં ડૉક્ટર્સની ઓફિસના દરવાજા ખખડાવતી વખતે બંનેને પોતાના આઈડિયા પર કામ કરવાની ભૂખ પેદા થઇ. કંપનીના સીઈઓ 31 વર્ષીય ઋષી શાહ અને પ્રેસિડન્ટ શ્રદ્ધા અગ્રવાલ વર્ષ 2006માં કોન્ટેકસ્ટમીડિયાની સ્થાપના કરી હતી. કંપની કોઈ પણ રોકાણ વિના ફિઝીશિયન અને હોસ્પિટલ્સને વિડીયો મોનિટર સર્વિસીઝ વેચવા લાગ્યા. આગળના 10 વર્ષોમાં કંપનીનું કામકાજ ઘણું વધી ગયું.

Shah Rishi06અને હવે મોટા મોટા રોકાણકારોની નજર તેમના પર પડવા લાગી. પરંતુ શાહ અને અગ્રવાલે માલિકીહક પોતાની પાસે રાખવાનો નિર્ણય લીધો. બંનેએ તમામ ઇન્વેસ્ટમેન્ટ ઓફર્સ ઠુકરાવી દીધી. જ્યારે કંપનીને સૌથી પહેલું ફંડિંગ મળવાનું હતું ત્યારે કંપનીએ પોતાનું નામ બદલીને આઉટકમ હેલ્થ કરી દીધું. આઉટકમ હેલ્થ દર્દીઓ અને ડૉક્ટર્સ બંનેની મદદ કરી રહ્યાં છે. તેઓ દેશબહારની હોસ્પિટલ્સ અને હેલ્થકેર ઓફિસને ટચ સ્ક્રીન મોનિટર્સ ઉપલબ્ધ કરાવી રહ્યાં છે.

શાહના પિતા એક ડૉક્ટર છે, જે ઘણાં વર્ષો પહેલાં ભારતથી અમેરિકા જઈને વસ્યા હતાં. તેમની માતા પણ પોતાના પતિને કામમાં મદદ કરતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.