Abtak Media Google News

હાલમાં ગોરખપુર મેડિકલ કોલેજમાં 33 બાળકોના મોત થયા હતા, ત્યાર બાદ યુપીની સરકાર વિરુધ્ધ પૂર્વ મુખ્યમંત્રી અને સભા અધ્યક્ષ અખિલેશ યાદવે આ ઘટનાને યુપી સરકારની બેદરકારી બતાવી છે.

યાદવે વધુ માં કહ્યું હતું કે સરકારની બેદરકારીનું આ જીવંત ઉદાહરણ છે. ઑક્સીજન સપ્લાઇ કરતી કંપની એ કોલેજ ના આચાર્ય ને બાકી બિલ માટે ઘણા પત્ર લખ્યા હતા. કંપનીએ આ અંગે સરકારને માહિતી પણ આપી હતી પરંતુ આ બાબત પર કોઈએ ધ્યાન દીધું નહી.

અખિલેશ યાદવે કહ્યું કે આ મુસીબત માથી બચવા મૃત્યુ પામેલા બાળકોના પરિવારજાનો ને પાછળના દરવાજે થી બહાર કાઢી મૂક્યા હતા. ચિકિત્સિય લપરવાહી ની આ ઘટના શરમજનક છે. આ ઘટના ડૉક્ટરી, સ્વાસ્થ્ય સહિત અલગ-અલગ મુદ્દા પર દાવા કરતી યોગી સરકારની પોલ ખોલે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.