Abtak Media Google News

તાજેતરમાં જ એક બાળકીનો વિડિયો ખૂબ જ વાયરલ થયો હતોે. જેમાં નાના બાળકી અભ્યાસ કરતી જોવા મળે છે. તે દરમિયાન તેની માતા ગુસ્સામાં તેને ખીજાતી અને મારતી જોવા મળે છે. આ વિડિયો ખુબ વાયરલ થયો હતો.

આ વિડિયો વાઇરલ થવા પાછળ વિરાટ કોહલી, યુવરાજસિંહ અને શિખર ધવન જેવા ક્રિકેટર્સના પણ હાથ છે. જેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર એકાઉન્ટમાંથી વિડિયો શેર કરીને ગુસ્સો દર્શાવ્યો હતો. હવે બાળકીની ઓળખ સામે આવી છે.

ફેમસ સિંગર્સની છે.ભાણી

આ બાળકી બોલીવુડ સિંગર તોશી સાબરી અને શરીબ સાબરીની ભાણી છે. તેનું નામ હયા છે. તોશીના જણાવ્યા મુજબ તેની બહેનએ અભ્યાસ કરતા સમયે આ વિડિયો એટલા માટે શુટ કર્યા હતો. કારણકે તે ફેમિલીના વોટ્સએપ ગૃપ પર મોકલીને ભાઇ અને પતિને જણાવી શકે કે હયા કેટલી મસ્તીખોર થઇ ગઇ છે.

તેમણે એ પણ કહ્યું કે તેના બાળક વિશે વિરાટ અથવા શિખર ક્યારેય પણ નહી જાણી શકે તેઓ જ જાણે છે. કે હયા કેટલી જીદ્દી છે. અને ઘરની લાડકી પણ છે.

જો તેની જીદ્દના લીધે છૂટ આપવામાં આવે તો તે અભ્યાસ કેવી રીતે કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.