Abtak Media Google News

      50 Note New        એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે મુંબઈના એક વ્યક્તિ પાસે રીલીઝ થયા પહેલાજ 50 ની નવી નોટ આશ્ચર્યજનક રીતે આવી ગઈ છે અને તેના અહેવાલ પ્રમાણે આ વ્યક્તિનો તેમની પાસે ફોટો છે. મહાત્મા ગાંધીની સીરિઝવાળી નવી 50 ની નોટ સરકાર ટૂક સમયમાં રીલીઝ કરવાની છે તેવી જાહેરાત થોડા દિવસ પહેલા કરવામાં આવી છે. જોકે, તે પહેલા મુંબઈના વ્યક્તિ પાસે રૂપિયા 50 ની નવી નોટ આવી જતાં આશ્ચર્ય ફેલાયું છે. આ નોટમાં RBIના ગવર્નર ઊર્જિત પટેલ ની સહી પણ છે. તેમજ અગાઉ કરવામાં આવેલી જાહેરાતો પ્રમાણે આ નોટ નો બેઝ કલર ફ્લોરોસન્ટ છે. તેમજ આ નોટમાં રથ સાથેની હમ્પીની તસવીરો પણ છે. ગયા મહિને સોશીયલ મીડિયામાં રૂપિયા 50 અને 200ની નવી નોટની તસવીરો વાઇરલ બની હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.