Abtak Media Google News

જિનીવામાં હાલ ઇન્ટરનેશનલ મોટર શો ચાલી રહી છે. જિનીવામાં ચાલી રહેલા આ ઇન્ટરનેશનલ મોટર શોમાં એક થી એક ચઢીયાતી કાર લોન્ચ કરવામાં આવી રહી છે. આ વખતે વિવિધ કંપનીઓ દ્વારા દુનિયાની પ્રથમ ઉડતી કાર લોન્ચ કરાય છે. ડચ કંપનીએ PAL-V દ્વારા ઉડતી કાર લોન્ચ કરવામાં આવી છે, જેનું નામ લિબર્ટી રાખવામાં આવ્યું છે. આ કાર લેડ રહિત ગેસથી ઓપરેટ થાય છે અને એકવાર ચાર્જિંગ કરવા પર 500 કિમી સુધી ઉડી શકે છે.

Ap18065479370689

 

ડચ કંપની દ્વારા બનાવમાં આવેલી આ PAL-V ઉડતી કારમાં બે સીટ આપવામાં આવેલી છે અને ઉડતી વખતે આ કારમાં 910 કિલ્લો વજન સાથે લઇને ઉડી શકે છે. આ કારમાં 100 લીટરની ફ્યૂલ ટેન્ક આપવામાં આવી છે. આ કાર કંપનીનો દાવો છે કે આ ઉડતી કારમાં પ્લેન, હેલિકોપ્ટર અને કાર સાથે જોડાયેલી ટેકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કાર 170 કિમી પ્રતિ કલાક સુધીની સ્પીડથી ઉડી શકે છે.

Pal V 2534

આ પ્રોડેકશન મોડલ બનાવામાં કંપનીને અંદાજે 10 વર્ષ સુધીનો સમય લાગ્યો છે. હાલમાં આ કારનું બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. તેના માટે પ્રી-ઓર્ડ માટે કંપનીની વેબસાઇટ પર જવુ પડશે. આ કાર 6.5 લાખ રૂપિયામાં બુક કરી શકાય છે. આ કારની પ્રથમ ડિલીવરી 2019માં કરવામાં આવશે. આ કારને માત્ર 5 થી 10 મિનીટમાં જ જમીનથી હવામાં ઉડાડી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.