Abtak Media Google News

દિવાળી સુધી હરરાજી ચાલે તેટલો જથ્થો સ્ટોક

રાજકોટ માર્કેટીગ યાર્ડમાં ગઇકાલે રાત્રે મગફળીની આવક શરુ કરાતા ચાલુ વર્ષની રેકર્ડ બ્રેક 85000 ગુણી મગફળી ઠલવાઇ છે. ગઇકાલ રાતથી આજ સવાર સુધીમાં અધધ 85000 ગણુી મગફળીની આવક થવા પામી છે. પ્રતિમણના રૂ. 850 થી 1130 સુધીના ભાવો બોલાઇ રહ્યા છે.

ચાલુ વર્ષે રાજકોટ જીલ્લામાં મગફળીના મબલખ ઉત્પાદનથી દિન પ્રતિદિન બેડી યાર્ડમાં મોટા પ્રમાણમાં મગફળી વેચાણ અર્થે આવી રહી છે. પડતર માલનો નિકાલ થયા બાદ ગઇકાલે ફરી આવક પરનો પ્રતિબંધ હટાવી લેવાયો હતો. સુત્રોમાંથી મળતી વિગત મુજબ અંદાજે 85000 ગુણી ઠલવાતા યાર્ડ મગફળીથી છલી ઉઠયું છે.

ગઇકાલની નવી આવકથી દિવાળીની રજાઓ સુધી હરરાજી થઇ શકે તેટલા માલનો સ્ટોક થવા પામ્યો છે. આ ઉપરાંત આજે 35000 મણ નવા કપાસની પણ આવક થવા પામી છે. જેમાં સૌથી ઉંચામાં પ્રતિમણના રૂ. 1690 સુધીના ભાવ બોલાઇ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.