Abtak Media Google News

અમરેલી જિલ્‍લામાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓ તેમના ફરજના સ્‍થળ પર ગેરહાજર હોય તેવા સમયે તેમની ગેરહાજરી અંગે રજૂઆત કરી શકાશે. સંબંધિત તાલુકાઓમાં આ અંગે અધિકારીઓને, તેમના મોબાઇલ નંબર પર રજૂઆત કરી શકાશે.

ગ્રામ પંચાયત બંધ હોય કે તલાટી કમ મંત્રીઓ તેમના ફરજના સ્‍થળ પર ગેરહાજર હોય તેવા સમયે ફોટો સાથે ફોન નંબર પર રજૂઆત કરી શકાય તેવું આયોજન જિલ્‍લા પંચાયત કચેરી-અમરેલી દ્વારા કરવામાં આવ્‍યું છે. વોટસઅપ મોબાઇલ એપ્‍લિકેશનથી ફરિયાદ કરી શકાશે. ફરજ સોંપવામાં આવેલ હોય તેવા તમામ કર્મચારીઓએ ફરજિયાત આ અંગેની ફરિયાદોનું રજીસ્‍ટર નિભાવી, સંબંધિત તાલુકા વિકાસ અધિકારી સમક્ષ આ વિગતો રજૂ કરવાની રહેશે.

આ ફરિયાદની તપાસ દિન-૩માં કરવાની રહેશે, તલાટી કમ મંત્રી કસૂરવાર ઠરે તેવા કિસ્‍સાઓમાં તેમના પર પગલા લઇ આ અંગેની વિગતો રજીસ્‍ટરમાં નિભાવવામાં આવશે.

આવેલ ફરિયાદની વિગતોની સાથે નમૂનાનું પત્રક, દર માસની તા.૧ અને તા.૧૬મીએ મહેકમ શાખાને મોકલી આપવાનું રહેશે. ગ્રામ પંચાયત સરપંચ-સભ્યશ્રીઓએ ફોન નંબર તથા તાલુકાવાર ફરિયાદ નોંધાવવા તાલુકા પંચાયતના નોટિસ બોર્ડ તેમજ ગ્રામ પંચાયતના નોટીસ બોર્ડ પર આ સાથેની જાહેર નોટીસ પ્રસિધ્‍ધ કરી તે બદલનું પ્રમાણપત્ર તાલુકા વિકાસ અધિકારીશ્રીએ મોકલી આપવાનું રહેશે.

ફરજ સોંપવામાં આવેલ હોય તેવા કર્મચારીઓના નામ-મોબાઇલ નંબર અને કચેરીના નંબર સહિતની વિગતો આ મુજબ છે, તેની સંબંધિત તમામે નોંધ લેવા, અમરેલી જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી યોગેશ નિરગુડેની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.

 -ગેરહાજર તલાટી કમ મંત્રીની જાણ માટે સંપર્ક કરવો-                                                

ક્રમતાલુકાનું નામકર્મચારીનો

હોદ્દો અને નામ

વોટસઅપ

મોબાઇલ નં.

તા.પં. કચેરી

ફોન નં

અમરેલીશ્રી પી.આર.કાછડીયા સી.કા.762197535202792-223204
બાબરાશ્રી કે.યુ.ભરાડ મ.તા.વિ.અ.997810016802791-233423
લીલીયાશ્રીમતી જે.જી.દેસાઇ મ.તા.વિ.અ. 

7623806938

02793-236535
ધારીશ્રી ડી.કે. કાત્રોડીયા (મહેકમ)942846931302797-221017
ખાંભાશ્રી બી.પી.નંદાણીયા મ.તા.વિ.અ.942710806602797-260532
રાજુલાશ્રી જે.એચ. મહેતા મ.તા.વિ.અ.982435378002794-222039
લાઠીશ્રી બી.પી. પોપટ મ.તા.વિ.અ.992406460502793-250069
સા.કુંડલાશ્રી એન.એમ. લાડુમોર મ.તા.વિ.અ.756739003602845-225811
બગસરાશ્રી વી.એન.ડોડીયા મ.તા.વિ.અ.973724536302796-221999
૧૦કુંકાવાવશ્રી જી.પી. ભીમાણી મ.તા.વિ.અ.999202291202796-238229
૧૧જાફરાબાદશ્રી એ.સી. વાળા (મહેકમ)971217485802794-245421

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.