Abtak Media Google News

જાપાનની કંપનીએ બાન્દ્રા-કુર્લામાં એક એકરના ૨૨૩૮ કરોડ રૂપિયા લેખે જમીન ખરીદી: દેશના ઇતિહાસમાં મોટા જમીન સોદામાંનો એક સોદો બન્યો

માયાવીનગરી મુંબઇ દેશની આર્થિક પાટનગર ગણવામાં આવે છે જયાં જમીનના ભાવ ઇંચના હિસાબે બોલાય છે. દેશના ઇતિહાસમાં મોટા સોદાઓ મુંબઇમાં જ નોંધાય છે. તાજેતરમાં જાપાનની એક કંપનીઓ મુંબઇના બાન્દ્રા કુર્લામાં ત્રણ એકરનો પ્લોટના અધધધ ગણાય એટલા રર૩૮ કરોડ  રૂપિયા ચુકવીને ૭૪૫ કરોડના એકરના ભાવે જમીનની કિંમત ચુકવી છે. જે દેશમાં અત્યાર સુધી એક એકરના સૌથી વધુ ભાવનો સોદો ગણાય છે.

સીમોટોમો એ આ પ્લોટની માંગણી મૂકી હતી. જયાં ગાર્ડનની બાજુમાં આવેલા આ પ્લોટ પર કોર્મશીયલ બિલ્ડીંગનું બાંધકામ થશે ૨૦૧૦માં લોઢા ગ્રુપે વડાલાની ૬.૨ એકર પ્લોટનો સોદો ૪.૦૫૦ કરોડમાં કરીને હપ્તે હપ્તે પાંચ વરસમાં પૈસા ચુકવ્યા હતા. આ સોદામાં વખતે મુખ્યમંત્રી સહીતના મહાનુભાવો ઉ૫સ્થિત રહ્યા હતા. મંદીના માહોલમાં થયેલા આ સોદાથી રિયલ એસ્ટેટ બજારમાં ગરમાવો આવી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.