Abtak Media Google News

ઘટના સ્થળેથી માઓવાદી જુથ સંબંધિત પેમ્પલેટ્સ મળ્યા: હજુ સુધી કોઈ જુથે બ્લાસ્ટની જવાબદારી સ્વીકારી નથી

રાજધાની કાઠમાંડૂમાં ત્રણ બ્લાસ્ટ થતાં ચાર લોકોનાં મોત થયા છે અને સાત લોકો ઘાયલ થયા છે.  એક બ્લાસ્ટ કાઠમાંડૂ શહેરમાં થયો અને બે બોર્ડર નજીકના વિસ્તારમાં થયા છે.  બ્લાસ્ટનું મુખ્ય કારણ શું છે તે અંગે હજુ તપાસ ચાલી રહી છે. આ બ્લાસ્ટ ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસથી કરવામાં આવ્યો છે.

એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, બ્લાસ્ટના સ્થળ પર એક માઓવાદી જૂથ સાથે સંબંધિત પેમ્પલેટ્સ મળ્યા છે. આ એ જ માઓવાદી જૂથ છે જેની સાથે કાઠમંડૂમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં બ્લાસ્ટ કરવાની શંકા છે. આ બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મોત થયું હતું. જો કે, હજુ સુધી કોઇ જૂથ અથવા વ્યક્તિએ બ્લાસ્ટની જવાબદારી નથી લીધી.

પોલીસ અધિકારી શ્યામલાલે જણાવ્યું કે, બ્લાસ્ટમાં ચારમાંથી ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા, જ્યારે ચોથા વ્યક્તિનું હોસ્પિટલમાં મોત થયું છે. એક સ્ટુડન્ટના જણાવ્યા અનુસાર, મેં જોરદાર બ્લાસ્ટનો અવાજ સાંભળ્યો, તે તરફ દોડ્યો. મેં જોયું કે, બ્લાસ્ટના કારણે ઘરની દિવાલોમાં તિરાડ પડી ગઇ છે.

વર્ષ ૨૦૦૬માં નેપાળમાં એક દાયકા સુધી ચાલતું ગૃહયુદ્ધ ખતમ થઇ ગયું અને ત્યારબાદ દેશનો માહોલ અપેક્ષાકૃત શાંતિપૂર્ણ રહ્યો. તેના બીજાં જ વર્ષે એટલે કે, ૨૦૦૭માં વિદ્રોહી જૂથ સત્તાધારી પાર્ટીમાં સામેલ થઇ ગયા. જો કે, વિદ્રોહી જૂથના અનેક સભ્ય એવું કહીને પણ અલગ થયા હતા કે, તેમના નેતાઓએ મૂળભૂત ક્રાંતિકારી વિચારોથી દગો કર્યો છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.