Abtak Media Google News

કેશોદના પ્રૌઢ અને ચોરવાડના મહિલાના ખાનગી હોસ્પિટલમાં મોત

સીઝનલફલુમાં ર૪ કલાકમાં જ ત્રણ દર્દીઓના મોત નિપજતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. સ્વાઇનફલુમાં વધતા જતા દર્દીઓની સંખ્યામાં ઘટાડો કરવા આરોગ્ય તંત્ર પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે ર૪ કલાકમાં રાજકોટ શહેરના ખાનગી હોસ્પિટલમાં ત્રણ દર્દીઓના મોત નિપજતાં લોકોમાં સ્વાઇનફલુને કારણે ભયનો માહોલ ફેલાઇ રહ્યો છે.

સૌરાષ્ટ્રભરમાં સ્વાઇનફલુએ હાહાકાર મચાવ્યો છે ત્યારે રાજકોટ શહેરમાં સ્વાઇનફલુના દર્દીઓના ઘસારામાં દિવસે ને દિવસે વધારો થઇ રહ્યો છે. ત્યારે ફકત ર૪ કલાકમાં જ ત્રણ દર્દીઓના મોત નિપજયા મૃત્યુ આંક રર સુધી પહોંચી રહયો છે.

ગઇકાલે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં જામનગરની વૃઘ્ધાનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું  જયારે આજ ફરી ખાનગી હોસ્પિટલોમાં સીઝનલફલુ હેઠળ સારવાર લઇ રહેલા બે દર્દીઓના મોત નિપજતા હાહાકાર મચી જવા પામ્યો છે.

રાજકોટમાં હાલ અત્યાર સુધી સીઝનલ ફલુના ૧૦૦ જેટલા કેસ નોંધાયા છે.જેમાં રર જેટલા દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજતા લોકોમાં સ્વાઇનફલુનો ભય ફેલાઇ રહ્યો છે.

ર૪ કલાકમાં ત્રણ મોત નિપજતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કેશોદના પ૯ વર્ષીય પ્રૌઢ અને માળીયા હાટીના તાલુકાના ચોરવાડ ગામના ૪૦ વર્ષીય મહીલાનું સ્વાઇનફલુ સારવાર દરમિયાન મોત નિપજયા છેે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.