Abtak Media Google News

જમ્મુ કાશ્મીરના પુલવામામાં લશ્કર-એ-તોયબાના ત્રણ આંતકી ઠાર, એક જવાન શહીદ, સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આજ વહેલી સવારથી જોઈએ તો સૌ પ્રથમ વહેલી સવારે ડ્રોન ભારતની સીમા માં દેખાયું હતું.ત્યારબાદ તરત જ ભારતીય સેનાએ તેના પાર ગોળીબાર શરૂ કર્યા હતા અને આ ગોળીબાર ની ઘટના બાદ ભારત સતર્ક થઇ ગયું હતું. ભારત માં પુલવમામાં લશકર-એ -તોઇબાના ત્રણ આતંકી ઠાર થયા છે.

હવે પાકિસ્તાનમાં ભારતીય દૂતાવાશની અંદર ડ્રોન જોવા મળ્યું, આજે સુરક્ષા ઉલ્લંઘનને લઇને ભારતે આકરો વિરોધ કર્યો છે.

જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં સુરક્ષા દળોએ આતંકીઓ સાથેની એન્કાઉન્ટરમાં 3 આતંકીઓને ઠાર કર્યા છે. કાશ્મીરના આઈજીપી (પોલીસ મહાનિરીક્ષક) વિજય કુમારે જણાવ્યું હતું કે હાલમાં આતંકીઓની ઓળખ થઈ રહી છે. આ એન્કાઉન્ટરમાં સેનાનો એક જવાન શહીદ થયો છે. રાજપોરા વિસ્તારના હંજિન ગામે આતંકવાદીઓને છુપાવ્યા હોવાની વાત પર સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધી અને એન્કાઉન્ટર શરૂ થઈ ગયું..

પોલીસે કહ્યું કે આતંકીઓની ગોળીથી એક જવાન ઘાયલ થયો છે. હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું હતું.
સુરક્ષાદળો દ્વારા 2 દિવસ પહેલા બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. જમ્મુ-કાશ્મીરના કુલગામમાં બુધવારે એન્કાઉન્ટર થયું હતું. ઓપરેશન દરમિયાન, કુલગામના ચિમર વિસ્તારમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા.

27 જૂને આતંકીઓએ એસપીઓ પર ગોળીબાર કર્યો હતો.
જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં રવિવારે રાત્રે આતંકવાદીઓ દ્વારા એક વિશેષ પોલીસ અધિકારી (એસપીઓ) ફૈઝ અહેમદ ભટ અને તેની પત્નીને ઠાર મારવામાં આવ્યા હતા. આ હુમલામાં ઘાયલ થયેલી તેની 21 વર્ષની પુત્રી રફિયાએ પણ સોમવારે સવારે 4 વાગ્યાની આસપાસ જ ઈજા પહોંચતા મોતને ભેટી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.