Abtak Media Google News

દેશમાં દર વર્ષે 10 લાખથી વધુ કેન્સરનાં કેસો નોંધાય છે: સિગારેટ તમાકુનું સેવન તેનું મુખ્ય કારણ: સ્ત્રીઓમાં સ્તન કેન્સર સાથે ગર્ભાશય કેન્સરના કેસો વધી રહ્યા છે

વર્તમાન સમયમાં કેન્સર જેવી અનેક ઘાતક બીમારીઓ વધી રહી છે: 2025માં 16 લાખ દર્દીઓ હશે: સામાન્ય કેન્સરમાંથી ઓછામાં એક તૃતીયાંશ રોકી શકાય તેવા છે: વૈશ્ર્વિકસ્તરે કેન્સર કંટ્રોલ માટે આ વર્ષથી ત્રણ વર્ષ ‘ક્લોઝ ધ કેર ગેપ’ સુત્ર હેઠળ ઝુંબેશ ચલાવાશે

ભારતમાં દર 8 મિનિટે એક મહિલા સર્વાઇકલ કેન્સરથી મૃત્યુ પામે છે: દેશમાં રાષ્ટ્રીય કેન્સર નિયંત્રણ કાર્યક્રમ ચાલે છે: હાલ દેશમાં 25 લાખથી વધુ કેન્સરના દર્દી છે, દર વર્ષે 4 લાખ મૃત્યુ સાથે 40 ટકા કેન્સર તમાકુના કારણે થાય છે

વિશ્વ આરોગ્ય સંસ્થાના રિપોર્ટ મુજબ દર 10 પૈકી એક ભારતીયને કેન્સરનું જોખમ છે. દર 15 ભારતીયમાંથી એક કેન્સરથી મરી શકે છે. આ આંકડા દર્શાવે છે કે દેશમાં કેટલી ઝડપે વધી રહયું છે

1 13 1

‘કેન્સર એટલે કેન્સલ’ આ વાક્ય હવે ભૂતકાળ બની ગયો છે. આજે અદ્યતન ટેકનીક, સારવાર, કિમોથેરાપી, સર્જરી જેવી ઘણી ટ્રીટમેન્ટે પ્રગતિ કરી હોવાથી હવે તે ‘કેન્સલ’ નથી. સામાન્ય કેન્સરમાંથી ઓછામાં ઓછા એક તૃતિયાંશ કેન્સર કંટ્રોલ કરી શકાય તેવા હોય છે. કેન્સરએ બિનચેપી રોગ છે અને દેશમાં થતા મૃત્યુંના કારણોમાં બીજાસ્થાને છે. આપણા દેશમાં દર વર્ષે 10 લાખથી વધુ નવા કેન્સરનાં દર્દી નોંધાય છે. આજે રાષ્ટ્રીય કેન્સર જાગૃત્તિ દિવસ છે. ત્યારે રોગ પ્રત્યેની જાગૃતિ સાથે સાવચેતી અને વહેલું નિદાન, વહેલી સારવાર તેને મુળથી જ ડામી દે છે. 2014થી આજનો દિવસ ઉજવણી થાય છે.

સિગારેટ અને તમાકુનું સેવન તેનું મુખ્ય કારણ છે. આજે સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સર અને ગર્ભાશયના કેન્સર વિશેષ જોવા મળે છે. વર્તમાન સમયમાં કેન્સર બહુ ઝડપથી પ્રસરી રહ્યું છે ત્યારે જનજાગૃત્તિ એકમાત્ર ઇલાજ રોગથી બચવા માટે છે. 2025 સુધીમાં આપણાં દેશમાં 20 લાખથી વધુ દર્દી કેન્સરના જોવા મળશે. વૈશ્વિકસ્તરની ઝુંબેશ વિશ્ર્વ કેન્સર દિવસ 4 ફેબ્રુઆરીનાં રોજ ઉજવણી થાય છે. 2025 સુધીની ત્રિવર્ષિય લડાઇ માટે ‘ક્લોઝ ધ કેર ગેપ’ સુત્ર આપેલ છે. ભારતમાં દર 8 મિનિટે એક મહિલાનું સર્વાઇકલ કેન્સરથી મૃત્યું થાય છે. હાલ દેશમાં 25 લાખથી વધુ દર્દીઓ છે. વિશ્ર્વમાં જડબાના કેન્સરમાં આપણો દેશ પ્રથમક્રમે છે. એકલા તમાકુ સેવનને કારણે 40 ટકાથી વધુ કેન્સર થતું જોવા મળે છે. દેશમાં દર વર્ષે 4 લાખથી વધુ મોત કેન્સરને કારણે થાય છે.

1 11 1

જીવનશૈલીના ફેરફારને કારણે મહિલાઓમાં યુવાન વયે સ્તન કેન્સરનાં કેસો જોવા મળી રહ્યા છે. ગુજરાતની તમામ કેન્સર હોસ્પિટલમાં દર વર્ષે લગભગ પાંચ હજારથી વધુ કેન્સરનાં દર્દીઓ સારવાર માટે આવે છે. કેટલાક કિસ્સાઓમાં પુરૂષમાં પણ બ્રેસ્ટ કેન્સર જોવા મળે છે. કેન્સર નિવારણ અને વહેલી તકે તપાસની જાગૃત્તિ લાવવા આજનો દિવસ ઉજવાય છે. રાષ્ટ્રીય કેન્સર નિયંત્રણ કાર્યક્રમ 1975થી ચાલી રહ્યો છે. એકવાર આ રોગ શરીર પર તેની પકડ મજબૂત કરી લે પછી તેની સામે લડવું લગભગ અશક્ય છે.

રાષ્ટ્રીય કેન્સર જાગૃત્તિ દિવસ જાણિતા વૈજ્ઞાનિક મેડમ કપુરીની જન્મજયંતિ સાથે 7મી નવેમ્બરે ઉજવાય છે. કેન્સર એટલે કેન્સલ નહી પણ જો થોડી સાવધાની વર્તવામાં આવે તો તેનાથી 100 ટકા બચી શકાય છે. વ્યસન બંધ કરો, હળવી કસરત કરો અને ખોરાકની વિશેષ પરેજીથી જીવનને તંદુરસ્ત રાખી શકાય છે. વિશ્ર્વમાં પ્રથમ કેન્સર દિવસ 1933માં જીનીવા અને સ્વિટ્ઝર્લેન્ડમાં ઉજવાયો હતો.

વિશ્વ માં હાલ 12.7 મિલિયન લોકો કેન્સરથી પીડિત છે અને દર વર્ષે 7 મિલિયન લોકો તેને કારણે જીવ ગુમાવે છે. દર વર્ષે આની ઉજવણી, જાગૃત્તિ અભિયાનથી હજારો લોકોના જીવન બચાવી શકાય છે. આજે તેના વિશે ફેલાયેલી ગેરસમજ પણ દૂર કરવાની છે. કેન્સરથી બચવા માટે તેના લક્ષણોને જાણવા જરૂરી છે. તમારા શરીરમાં કોઇ પરિવર્તન દેખાય તો તબીબી સલાહ લેવી જરૂરી છે. સ્તન કેન્સરનાં 75 ટકા કેસો સ્ત્રીઓમાં હોર્મોન્સ પર આધારિત છે. અતિશય રક્તસ્ત્રાવ હોય તેને અવગણશો નહી.

Nationalcancerawrenessday20221667718125337

આપણાં દેશમાં કેન્સરએ મુખ્ય આરોગ્ય સંભાળની ચિંતા છે. આપણાં પર કેન્સરનાં જોખમને વહેલા નિદાન અને જીવનશૈલીની પસંદગી વિશે જાગૃત્તિ લાવવામાં આવે તો કેન્સર તરફ દોરી જતાં 70 ટકા પરિબળોને રોકી શકાય છે. શરીરમાં કોઇપણ ભાગમાં દુખાવો, વજન ઘટવું, થાક લાગવો, ચામડીના રંગમાં ફેરફાર, રક્તસ્ત્રાવ, મોં પરના ચાંદા, અવાજ બેસી જવો વિગેરે તેના મુખ્ય ચિન્હો છે.

કેન્સર થવાના મુખ્ય કારણો

તમાકુનો ઉપયોગ, વધારે વજન હોવું, શાકભાજી અને ફળોનું સેવન ઘટાડવું, દારૂ પીવો, કામ ન કરવું કે શારીરીક ક્ષમતા ઘટાડવી, શહેરોમાં પ્રદૂષણને કારણે, આનુવાંશિક ચેપ, સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોને કારણે જેવા વિવિધ જીવનશૈલીના બદલાવથી કેન્સર થઇ શકે છે.

કેન્સર એટલે શું? તે શા માટે થાય છે?

કેન્સર એટલે શરીરના કોશિકાના સમૂહની અસામાન્ય અને અવ્યવસ્થિત રીતે વૃધ્ધિ થવું, જે એક ગાંઠ કે ટ્યુમરનું સ્વરૂપ લે છે. દરેક ગાંઠ કેન્સરની હોતી નથી. કેન્સરની ગાંઠ ઝડપથી વધે છે અને બીજા અંગોને અસર કરે છે. કેન્સરના કોષો રક્તવાહિની મારફત વધે છે. રક્તપ્રવાહ મારફત જ અન્ય અંગોમાં પ્રસરે છે. આ કોષો રક્તપ્રવાહમાં પ્રવેશીને લસિકાગ્રંથી સુધી પહોંચીને એક કોશિકાથી લઇને બીજા કોષો સુધી પ્રસરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.