Abtak Media Google News

રાજકોટ એસઓજીને મળી મહત્વની સફળતા: રાજસ્થાનના ટ્રક ચાલકની શોધખોળ

ચોટીલાના જીવાપર ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાંથી ઓખાના ‚ક્ષમણીનગર મોકલેલા રૂ.૨૫.૩૩ લાખની કિંમતનું લોખંડ બારોબાર ઓળવી જવાના ગુનામાં સંડોવાયેલા ત્રણ શખ્સોને એસઓજી સ્ટાફે ધરપકડ કરી રાજસ્થાનના ટ્રક ચાલકની શોધખોળ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ચોટીલા પાસેના જીવાપર ગામે તિ‚પતી ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં યુરો કાસ્ટીંગ નામના ફેકટરી ધરાવતા રવિશંકર મથુરાપ્રસાદે આનંદપર બાઘીના નવદિપસિંહ નારણભાઇ ડોડીયા, રાજસ્થાનના સનાવડા નજીકના જાખરોકીધાની ગામના ટ્રક ચાલક મોહનરામ ડાલુરામ જાટ, ગોરધનરામ હરજીરામ જાટ અને જી.જે.૧૨એજેડ ૯૨૯૯ નંબરના ટ્રક ચાલક સામે રૂ.૨૫.૩૩ લાખનું સોનું ઓળવી ગયાની કુવાડવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ચારેય શખ્સોએ મોરબી રોડ પરના હડાળા ગામ પાસે શિવશક્તિ હોટલ પાસે ટ્રક ઉભો રાખી બીજા ટ્રકમાં લોખંડ સગેવગે કરી દેવભૂમિ દ્વારકાના ઓખા પાસેના ‚ક્ષમણીનગર ખાતે લોખંડ ન પહોચાડી ઠગાઇ કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.એસ.ઓ.જી. પી.આઇ. આર.વાય.રાવલ, પી.એસ.આઇ. ઓ.પી.સીસોદીયા, હેડ કોન્સ્ટેબલ ચેતનસિંહ ગોહિલ અને અનિલસિંહ ગોહિલ સહિતના સ્ટાફે નવદીપસિંહ ડોડીયા, ગોરધનરામ જાટ અને મોહનરામ ડાલુરામ જાટની ધરપકડ કરી જી.જે.૧૨ઝેડ ૯૨૯૯ નંબરના સરદારજીની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.