Abtak Media Google News

શાળાનાં ત્રણેય ભૂતપૂર્વ વિઘાર્થીઓને શાળા પરિવારે ગૌરવભેર પ્રમાણપત્ર અર્પણ કર્યુ

ઉપલેટા શહેરમાં વલ્લભ વિઘાલય સંકુલમાં અગાઉ અભ્યાસ કરી ચુકેલા અને હાલમાં દેશની લશ્કરની સેવામાં જોડાઇને સેવા આપતા ત્રણ યુવાનોનું સન્માન પત્ર આપી બહુમાન કરાયું હતા.

Advertisement

ઉપલેટા તાલુકાના ખાખીજાળીયા ગામે રહીને ઉપલેટા શહેરની વલ્લભ વિઘાલય સંકુલમાં અભ્યાસ કરીને હાલમાં મા ભોમની રક્ષા કાજે સૈનિકમાં સેવા આપતા દિવ્યરાજ ગંભીરસિંહ ચુડાસમા, સિઘ્ધરાજસિંહ દીલીપસિંહ ચુડાસમા તેમજ નિલેશકુમાર મુકેશભાઇ કાંબલીયા ની દેશની સેવાને ઘ્યાનમાં લઇ ૧પમી ઓગષ્ટે ઉપલેટા નગરપાલિકા આયોજીત સ્વતંત્રદિન ઉજવણી પ્રસંગે ઉપલેટા વલ્લભ વિઘાલય સ્કુલ દ્વારા સ્કુલનું ગૌરવ વધારતા ત્રણ જવાનોનું મોમેન્ટો આપી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે પૂર્વ ધારાસભ્ય છગનભાઇ સોજીત્રા, નગરપાલિકાના પ્રમુખ રાણીબેન ચંદ્રવાડીયા પૂર્વ પ્રમુખ દાનભાઇ ચંદ્રવાડીયા ઉપપ્રમુખ ધવલભાઇ માકડીયા કારોબારના ચેરમેન હરસુખભાઇ સોજીત્રા ચીફ ઓફીસર સી.જે.દવે હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.