Abtak Media Google News

પાડોશી પરિવારની અંગત અદાવતનો બદલો લેવા વિકૃત શખ્સોએ આચર્યુ દુષ્કર્મ: પુત્રી જેવડી બાળકીને ‘ઢગા’એ અડપલા કરી માર માર્યો

શહેરના થોરાળા વિસ્તારમાં પાડોશી પરિવાર વચ્ચે ચાલતી અદાવતનો બદલો લેવા વિકૃત શખ્સોએ ૧૪ વર્ષની તરૂણીનું સ્કૂલેથી અપહરણ કરી તેની પિતાના ઉમરના શખ્સ સહિત ત્રણે બળાત્કાર ગુજારી અડપલા કર્યા બાદ માર માર્યાની શરમજનક ઘટના પોલીસમાં નોંધાતા વિકૃત અને નરાધમો પર ફિટકાર વરસી રહ્યો છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નવા થોરાળા વિસ્તારના કેવલ કિશોર સોંદરવા અને તેનો મિત્ર ભુરો પોતાના વિસ્તારની તરૂણીની છેડતી કરતા હોવાથી અને સ્કૂલે જતી ત્યારે તેની પાછળ જતા હોવાથી તરૂણીના પરિવાર અને કેવલ વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારે કેવલના મિત્ર ભુરાનું તેના પિતા શામજીએ ઉપરાણું લઇ ઝઘડો કર્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.

થોરાળા પોલીસમાં ફરિયાદ નોંધાતા બંને પરિવાર વચ્ચે ઝઘડો વકર્યો હતો અને બદલો લેવા તરૂણીને અને તેના પિતાને પાઠ ભણાવવા પ્લાન બનાવી તરૂણી સ્કૂલે ગઇ હતી ત્યારે કેલવ કાલાવડ રોડ પર આવેલી સ્કૂલે જઇ તારા ભાઇને અકસ્માત થયો છે તેમ કહી એક્ટિવા પર સ્કૂલની પાછળ લઇ ગયા બાદ એકસયુવી કારમાં તરૂણીને બેસાડી તેના પર કેવલે બળાત્કાર ગુજાયા બાદ શામજી અને તેના પરિણીત પુત્ર ભુરાએ બળાત્કારનો પ્રયાસ કર્યો હતો તેઓને તાબે ન થતા ત્રણેયે માર મારી મહિકા કામ પાસે તરૂણીને મુકી ત્રણેય ભાગી જતા તરૂણી પોતાના ઘરે આવ્યા બાદ પરિવારને પોતાની આપવિતી જણાવતા ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય સામે અપહરણ અને બળાત્કાર અંગેનો ગુનો નોંધી પી.આઇ. એ. એલ. આચાર્ય, રાઇટર જે.પી. મેવાડા સહિતના સ્ટાફે શોધખોળ હાથ ધરી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.