Abtak Media Google News

માનતા રાખવાવાળા ગરમ તપેલા, બોકડાનો પ્રસાદ લઈ ભાગી જવામાં સફળ: માધાપર ગ્રામ પંચાયતે દેખરેખ રાખવા માગ

રાજકોટના ભાગોળે માધાપર ખાખરાવાળી મેલડીના મઢે રવિવારે ૩ની પશુબલીમાં ગઈકાલે એક જીવની બચાવવામાં ભારત જન વિજ્ઞાન જાથાની ટીમ સફળ થઈ હતી. બનાવની વિગત પ્રમાણે ખાખરાવાળી મેલડી માતાના મંદિરે અવાર-નવાર પશુબલી થાય છે. આ જગ્યા પંચાવ હોય અટકાવી શકાતું નથી. રાજકોટ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગરના શ્રદ્ધાળુઓ માનતા રાખી પશુબલી કરી જાય છે. જાથા તપાસ કરશે તો જ આ જગ્યામાં જીવહિંસા બંધ થશે તેવો સુર વ્યકત કરી ટેલીફોનિક માહિતી આપી હતી. તેથી જાથાએ તપાસ કરવાનું મુનાસીબ કર્યું હતું.

જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ માહિતીના આધારે કાર્યકર મનસુખભાઈ ગોહિલ તથા દિનેશભાઈ હુંબલ કાર્યકરોને તપાસ માટે મોકલતા ચોંકાવનારી હકિકત મળી હતી. જેથી તપાસને આધારે માનતા રાખવાવાળાને જાથાની અને પોલીસની ખબર પડતા સેકન્ડની ગણતરીમાં રફુચકકર થઈ ગયા. જાથાના માણસો હાજર હોય જે જગ્યાએ બોકડાના ડોકા-છાલ, અંગો નાખી દીધા હતા તે મુદામાલ હોય ત્યાં ગયા ત્યારે હિંસક કુતરા લઈ ગયા હતા. બાકી અંગો નજરે પડતા હતા. વાતચીત કરતા હતા તે દરમ્યાન ગરમ તપેલાનો પ્રસાદ ગરમાગરમ ૩ ટોપ લઈને માનતા રાખવાવાળા ભાગી જવામાં સફળ થયા. એક જ પીએસઆઈ હોય કાંઈપણ થઈ શકે તેમ ન હતું. ત્યારબાદ પોલીસ વાન આવી તેમાં ૩ પોલીસકર્મીઓ આવ્યા. પરંતુ પશુબલીનો એકપણ અવશેષ હાથમાં આવ્યો ન હતો. પુરાવો નાબુદ થઈ ગયો હતો. અમુક મહિલા-બાળકો હાજર હતા. એકપણ પુરુષ હાથમાં આવ્યો ન હતો. પીએસઆઈ પરમારે બોકડાને રીક્ષામાં લાવ્યા હતા તે બે વાહનો પોલીસ મથકે લઈ જવાની વ્યવસ્થા કરી હતી. પરંતુ જાથાના મતે તેનું કોઈ મહત્વ ન હતું. માનતાવાળામાં નાસભાગ થઈ ગઈ હતી પરંતુ પશુબલીનું પરીણામ શૂન્ય હતું. જાથાના જયંત પંડયાને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનનો પ્રથમવાર કડવો અનુભવ થયો. પોલીસ તાત્કાલિક મદદે આવી હોત તો ૩ જીવ બચાવ શકયા હોત. પાછળથી પોલીસ સ્ટેશનેથી બંને વાહનો માનતા રાખવાવાળા છોડાવી ગયા હતા.

માનતા રાખવાવાળાને બોકડા સહિત બજરંગવાડી પોલીસ ચોકીમાં લાવવામાં આવ્યા હતા. પો.ઈન્સ. વિજય ઓડેદરાએ જાથા સાથે વ્યવહાર સારો રાખ્યો પરંતુ જરૂર સહકાર પણ આપ્યો નહીં. સાંજ સુધી નકકી કરેલ જગ્યાએ પોલીસ આવી નહીં. અંતે જાથાએ બોકડા બચાવવાનું નકકી કર્યું. જાથાના જયંત પંડયાએ માનતાવાળાને પુછપરછ કરતાં સુરેન્દ્રનગર રાજસીતાપુર ગામના કશુભાઈ સવશીભાઈ પરીવાર છીએ. જશુ દિકરાને ગંભીર બિમારી હતી. તેમાં સાજા સારુ થઈ જાય તે માટે બોકડાની માનતા રાખી હતી. ભુવાએ બોકડાના ૨૫૦૦ રૂપિયા લીધા છે. તેની સાથે ઉજીબેન, રવિ, રાજકોટના વિનોદ દેવજી કુંઢીયા છે. તે બોકડાને કાપવાનું કામ કરે છે. તેની રીક્ષામાં આવ્યા છીએ. માનતા અધુરી હોય ઘરે જવું નથી. માતાજી નારાજ થયા છે. તેમ બોલી બધાએ હાથમાં બાંધેલા દોરા કાઢી નાખ્યા. માનતા અધુરીનો બળાપો કાઢયો. જાથાના પંડયાએ બિમાર જશુને પુછતા તેને ડોકટરી સારવાર બધી લીધી હતી તે દવા પણ ચાલુ છે. બિમારીમાંથી સાજા થવામાં માતાજીની માનતા કારણભુત છે. જાથાએ એક જીવ બચાવવાનો અહેસાસ કર્યો. જાથાના મનસુખ મૂર્તિકાર, દિનેશ હુંબલ, અંકલેશ, ભાનુબેન ગોહિલ, કાર્યકરો બંને દિવસે હુમલા ડર વખતે સાહસિક કામગીરી કરી હતી. રાજયમાં પશુબલીની ઘટનાની માહિતી માટે મો.૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.