Abtak Media Google News

24 કલાકમાં ત્રણ યુવકોના મોતથી સમગ્ર પંથકમાં શોકની લાગણી

સુરેન્દ્રનગર જીલ્લામાંથી 5સાર થતી નર્મદાની મુખ્ય અને માઈનોર કેનાલમાં અવાર-નવાર યુવકો સહિત કામદારો ડુબી જવાના બનાવો વધી રહ્યાં છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકામાંથી પસાર થતી અલગ-અલગ બે કેનાલોમાં ડુબી જવાથી 24 કલાકમાં ત્રણ યુવકોના મોત નીપજ્યાં હતાં જે અંગેની જાણ થતાં પાલિકાની ફાયર ફાયટર ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને વધુ તપાસ હાથધરી હતી.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય અને માઈનોર કેનાલમાં અકસ્માતે ડુબી જવાથી અત્યાર સુધી અનેક યુવકો સહિત લોકોના મોત નીપજી ચુક્યા છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકામાંથી પસાર થતી અલગ-અલગ નર્મદા કેનાલોમાં ડુબી જવાથી ત્રણ યુવકના મોત નીપજતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. જેમાં પ્રથમ બનાવમાં ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં બે પરપ્રાંતીય કામદારો ડુબી જતાં દોડધામ મચી જવા પામી હતી જે અંગેની જાણ અન્ય કામદારોને થતાં પાલિકાની ફાયર ફાયટર ટીમને જાણ કરી હતી. પરંતુ ધ્રાંગધ્રા નગરપાલિકા ફાયર ફાયટર ટીમમાં તરવૈયાનો અભાવ હોય સુરેન્દ્રનગરથી નગરપાલિકાની ફાયર ફાયટર ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ભારે જહેમત બાદ ડુબેલ બે યુવકો પૈકી એક કામદારની લાશને બહાર કાઢી હતી જ્યારે અન્ય કામદારની શોધખોળ હાથધરાઈ હતી. જ્યારે પ્રાથમિક તપાસમાં ડુબેલ બંન્ને યુવકો સગાભાઈઓ થતાં હતાં અને નવલગઢ ગામે આવેલ એગ્રો કંપનીમાં કામ કરતાં હતાં તેમ જ કેનાલ પર બેસીને મોબાઈલમાં સેલ્ફી લઈ રહ્યાં હતાં તે દરમ્યાન પગ લપસતાં મોત નીપજ્યું હોવાનું બહાર આવ્યું હતું ત્યારે બંન્ને યુવકોના મોતથી શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી જેમાં બંન્ને પરપ્રાંતીય કામદારોના નામ (1) વિક્રમ સજ્જનરામ મેગવાન ઉ.વ.23 તથા (2) જયોતીભાઈ સજ્જનરામ મેગવાન ઉ.વ.22, મુળ રહે.એમ.પી. હાલ રહે.નવલગઢ ધ્રાગધ્રાવાળા હોવાનું બહાર આવ્યું હતું.

જ્યારે બીજા બનાવમાં ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં એક યુવક ડુબી જતાં પાલિકાની ફાયર ફાયટર ટીમ દ્વારા શોઘખોળ હાથધરવામાં આવી હતી પરંતુ યુવકનો કોઈ જ પત્તો લાગ્યો નહોતો અને સ્થાનીક તરવૈયાઓની મદદ લેવામાં આવી હતી અને મોડી સાંજે ગાજણવાવ કેનાલમાં ડુબલ યુવક રૂપાભાઈ સંડાભાઈ ભરવાડ ઉ.વ.22 વાળાની લાશને પણ તરવૈયાનો ટીમે બહાર કાઢી હતી. આમ ધ્રાંગધ્રા તાલુકામાંથી પસાર થતી નર્મદાની કેનાલોમાં ત્રણ યુવકો ડુબતા સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી જ્યારે સુરેન્દ્રનગર પાલિકાના વહિવટદાર સંજયકુમાર પંડયાની સુચનાથી ફાયર ફાયટર ટીમના મનોજભાઈ વ્યાસ, દેવાંગભાઈ દુધરેજીયા, હાસુભાઈ પરમાર, જય રાવલ, સંજય ચૌહાણ, સહિતના ઘટનાસ્થળે દોડી અને ત્રણેય લાશોને બહાર કાઢી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.