Abtak Media Google News

કાલથી 26 ડિસે. દરમિયાન નિ:શુલ્ક સર્વરોગ નિદાન, રકતદાન શિબિર યોજાશે: 75 દર્દીઓના મોતિયાના ઓપરેશન કરાશે

સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા તા. 22 થી 26 ડિસેમ્બર સુધી મવડી ચોકડીથી આશરે અઢી કિલોમીટર દૂર આવેલા મવડી ક્ણકોટ રોડ પર નિર્માણ કરવામાં આવેલ સહજાનંદ નગરમાં ભવ્ય અમૃત મહોત્સવ યોજાયેલ છે. તે નિમિત્તે તા. 22 થી 24, પાંચ દિવસ રક્તદાન શિબિર તેમજ તા.23 થી સળંગ ત્રણ દિવસ મહોત્સવ સ્થળ પર સર્વરોગ નિદાન કેમ્પ યોજાનાર છે. જેમાં એમ ડી. અને એમ.એસ. કક્ષાના નામાંકિત તબીબો સેવા આપશે. દર્દીને તપાજરૂરી દવા પણ વિનામૂલ્યે આપવામાં આવશે. સ્થળ પર બ્લડ સુગર, બોડી માસ ઈન્ડેકસ  (  બીએમઆઈ) તેમજ અન્ય કેટલાક લેબોરેટી કરી આપવામાં આવશે. એલોપેથી ઉપરાંત આયુર્વેદના ડોકટરો શ્રી ધીયાડ સારેબ સેવા આપશે.સર્વરોગ કેમ્પમાં દરરોજ સવારે 10થી 12 અને સાંજે 4 થી 6 અલગ અલગ રોગના ડોકટરો સેવા આપશે.

Advertisement

તા. 23 શુક્રવારે સવારે 10 થી 12 ડાયાબીટીસ, બીપી, હૃદય રોગ, થાઈરોઈડ, દમ  વગેરેના ડો. ભરતભાઈ પરસાણા અને ડો. પ્રકાશભાઈ રાબડિયા તથા તે જ દિવસે સાજે 4 થી 6 ડો. સાકરીયા અને ડો. પ્રકાશભાઈ રાબડિયા સેવા આપશે. તે દિવસે સવારે   10 થી 12 હાડકાના રોગના સર્જન ડો. કૃણાલભાઈ થડેશ્વર અને સાંજે 4 થી 6 ડો. કલ્પેશભાઈ રાણપરિયા હાજર રહેશે.ડો. નિલેશ કથિરીયા  કાર્ડિયો લોજીસ્ટ હૃદય રોગના નિષ્ણાંત સાંજે 4 થી 6 અને તા. 25 ના રોજ પણ સેવા આપશે.

તે દિવસે સવારે 10 થી 12 કાન, નાક, ગળાના ડો. મનસુખભાઈ રંગાણી અને સાંજે 4 થી 6 સ્ત્રીરોગ નિષ્ણાંત ડો. નીલાબેન રંગાણી સેવા આપશે. સવારે 10 થી 12 એપેન્ડીસ, હરસ મસા, પ્રોસ્ટેટના ડો. પંકજભાઈ થોરિયા અને સાંજે 4 થી 6 ડો. રમેશભાઈ ઘોરી સેવા આપશે. તે જ સમયે બાળરોગ માટે ડો. તેજસભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહેશે. સવારે 10 થી 12 દાંત, પેઢા, જડબાના રોગના ડો. ચેતનભાઈ ધીયાળ ને સાજે 4 થી 6 તન્મય દવેની સેવાનો લાભ મળશે. તે દિવસે સવારે અને સાંજે બન્ને સમયે ફિઝિયોથેરાપીસ્ટ ડો. જગદીશભાઈ કપુરીયા સેવા આપશે. એકયુપંચર માટે સવારે 10 થી 12 તપનભાઈ પંડયા સવારે અને સાંજે ઉપસ્થિત રહેશે.

તા. 24 જ્ઞાનિવારે સવારે 10 થી 12 અને સાજે 4 થી 6 નિર્ધારીત સમયે આ વિવિધ રોગ માટે ડો. વિપુલભાઈ ભૂત, ડો. બકુલભાઈ કળસિયા, ડો. ધનશ્યામભાઈ મોતીસરીયા, ડો. ભરતભાઈ પરસાણા, ડો. રમેશભાઈ ઘોરી, ડો. નીસર્ગભાઈ ચોવટિયા, ડો. બી.આર, બાંભોલિયા, ડો. હાર્દિકભાઈ કપોપરા, ડો. કૃણાલભાઈ  થડેશ્વર, ડો. જયંતભાઈ કાતરીયા, ડી. વી. બી. વરસાણી, ડો. તન્મયભાઈ દવે. ડો. ચેતનભાઈ ઘીયાળ, ડો. ભૌતિકભાઈ ઝાલાવડિયા. ડો. જગદીશભાઈ કપુરીયા, તપનભાઈ પંડયા વગેરે સેવા આપશે.તા. 25 રવિવારે સવારે 10 થી 12 અને સાંજે 4 થી 6 વિવિધ રોગ માટે ડો. પ્રકાશભાઈ રાબડિયા, ડો. મહેશભાઈ આહીર, ડો. આશિષભાઈ સરધારા, ડો. બી. આર. બાંભોલીયા, ડો. અશોકભાઈ જાગાણી, ડો. કૃણાલભાઈ થડેશ્વર, ડો.સુનીલભાઇ પોપટ, ડો. રોમોતીયા સાહેબ, ડો. નયનભાઈ કાલાવડિયા, ડો. ઘનશ્યામભાઈ વેકરિયા, ડો. દુષ્યંતભાઈ સાકરીયા, ડો. અર્ચનભાઈ ધનેશા, ડો. જગદીશભાઈ કપુરીયા, એક્યુપંચરના તપનભાઈ પંડયા ઉપરાંત તે દિવસે બન્ને સમયે ચામડીના રોગ ડો. પી. એમ. રામોતિયા સેવા આપશે.

આ કેમ્પને આખરી ઓપ આપવા શ્રી સ્વયંપ્રકાશદાસજી સ્વામીની રાહબરી હેઠળ ડો.મનસુખભાઈ રંગાણી, ડો. કલ્પેશ રાણપરીયા, ડો. પંકજ થોરિયા, ભરતભાઈ ટીલાળા , રસિકભાઈ કપુરિયા, રાકેશભાઈ જસાણી , પ્રવીણભાઈ વેકરીયા, વિપુલભાઈ ખૂંટ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. સર્વરોગ કેમ્પનો લાભ લેવા માટે સીધું અમૃત મહોત્સવના સ્થળ પર પહોંચવું. મહોત્સવના મુખ્ય દ્વાર પાસે પૂછપરછ કાર્યાલયમાંથી વધુ માહિતી મળી શકશે.

ફોન પર માહિતી માટે અથવા મોબાઈલ ઉપર ભરત ભાઇ ટીલાળા મોબાઈલ નં.  98244 25758 તથા રાકેશ ભાઈ, મોબાઇલ. નં. 97128 12717નો સંપર્ક સાધવો. પ્રભુ સ્વામીના જણાવ્યા અનુસાર સર્વ રોગ નિદાન કેમ્પના પ્રારંભે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનના 75 વર્ષ પૂર્ણ થતા અમૃત મહોત્સવના ઉપલક્ષ્યે 75 સંતો એક સાથે રક્તદાન કરશે. સંતો દ્વારા અપાતા રક્તદાનથી સમાજને વિશેષ પ્રેરણા મળશે . સશક્ત યુવાનો રક્તદાન કરતા થાય અને અન્યની જિંદગીને બચાવવાનો એહસાસ અનુભવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.