Abtak Media Google News

સહજાનંદ નગરમાં સંતો મહંતો હરી ભકતોની ભકિતનો મહાસાગરહિલોળે ચડ્યો

કાલે મહિલા સેમિનારમાં સાધ્વી ઋતુંભરાજી – ટેનિસ ખેલાડી ભાવના પટેલ રહેશે ઉપસ્થિત

ર4મીએ ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી સહિતની ખાસ ઉપસ્થિત

સ્વામીનારાયણ ગુરુકુળના અમૃત મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે. રાજયના રાજયપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહીતના મહાનુભાવોએ હાજરી આપી ધન્યતા પ્રાપ્ત કરી હતી.

Advertisement

રાજકોટ સેવા સહકાર અને સમર્પણના ભાવ સાથે કાર્યરત સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા સંસ્થાને 7પ વર્ષ પૂરા થતાી આજથી 26 ડિસેમ્બર સુધી રાજકોટ મવડી ચોકડી નજીક આવેલ મવડી કણકોટ રોડ પર નિર્માણ પામેલ સહજાનંદનગરમાં ઐતિહાસિક અમૃત મહોત્સવનું આયોજન કરવામા: આવેલ છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીએ 1948માં ગુરુકુલનું બીજ રોપેલ, જે આજે વટવૃક્ષ બની સમાજને શીતળ છાયા આપી રહ્યું છે. અમૃત મહોત્સવ નિમિતે પાંચ દિવસ સ્થળ પર વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવેલ છે. સમાજને ઉપયોગી થવા ઉપરાંત સેવા ભાવ રહેલો છે.

આજે મુખ્ય મહોત્સવના પ્રથમ દિવસે સવારે 6.30 થી 8.30 મંગળા આરતી, ર00 સંતો ભકતો દ્વારા પુજન, મહાભિષેક, રાજોપચ્ચાર આરતી, સંકીર્તન જેવા ભકિતભીના કાર્યક્રમો થશે. સવારે 10 થી 1ર સુધી રપ હજાર જેટલા ખેડુતોની હાજરીમાં સેમીનાર થશે. જેમાં પ્રાકૃતિક ખેતીના પુરસ્કર્તા ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજી તેમજ કૃષિ ક્ષેત્રના નિષ્ણાતો ઉ5સ્થિત રહી ઓછા ખર્ચે વધુ ઉપજ આપતી પ્રાકૃતિક ખેતી વિશે માહીતી આપેલ.

બપોરે બે વાગ્યે ઢેબર રોડ પર ગુરુકુલથી દિવ્ય- ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન, મવડી મેઇન થલ શોભાયાત્રા સહજાનંદનગરના સભામંડણમાં પહોચશે. સાંજે 4 વાગ્યે સ્વામીનારાયણ સંપ્રદાયના વડતાલ લક્ષ્મનારાયણદેવ ગાદિપીઠધિપતિ 1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને શ્રેણીબઘ્ઘ્ સંતો તથા વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની હાજરીમાં મહોત્સવનું  વિધિવત ઉદધાન કર્યુ હતું.

તા.ર3મીએ સવારે 8.30 વાગ્યાથી 7પ કુંડી મહાવિષ્ણુયાગ (યજ્ઞ) તથા વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ અને રકતદાન શિબિરનો પ્રારંભ થશે. આ ત્રણેય કાર્યક્રમ ચાર દિવસ ચાલશે. વેદોકત મંત્રોચ્ચાર વચ્ચે યજમાન દંપતિઓ યજ્ઞમાં આહુતિ હોમશે. એક સાથે 7પ યજ્ઞ કુંડમાંથી પ્રગટનાર અગ્નિ દેવના દર્શન કરવાનો અને વેદોકત મંત્રોચ્ચાર નું શ્રવણ કરવાનો ઉ5સ્થિત તમામ હરિભકતોને લાભ મળશે.

તા.ર3મીએ બપોરે 12.30 વાગ્યે સભામંંડણમાં મહિલા ઉત્કષ સેમીનારનું આયોજન છે. જેમાં ગાદીવાળા ઉ5સ્થિત રહેશે. વિદ્વાન સાંખ્યયોગી મહિલા વકતાઓ મહિલાઓને વર્તમાન સમયને અનુરુપ આદર્શ જીવન જીવવાની ચાવી બતાવશે. આ સમય દરમિયાન સાઘ્વી ઋતુંભરાજી તથા ટેબલ ટેનીસ પ્લેયર ભાવનાબેન પટેલ વિચરતા સમુહદાયના ફાઉન્ડર મિતલ પટેલ ઉ5સ્થિત રહેશે. આ કાર્યક્રમ મહિલાઓ માટે અને મહિલાઓ સંચાલીત હશે. પ્રખર વકતા પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ તથા સાહિત્યકાર અને લેખક જગદીશ ત્રિવેદી ઉ5સ્થિત રહેશે.

તા.ર4 શનિવારે સવારે 8.30 થી 1ર વાગ્યા સુધી ગુરુકુલના સંતોના સંતોના મુખેથી કથાવાર્તા, વ્યાખ્યાન, કીર્તન, આશીર્વાદ વગેરેનો લાભ મળશે. સંતોના દર્શન અને પ્રવચનો દરેક દિવસે થશે. તા. ર4મીએ બપોરે 4 વાગ્યે શિક્ષકો માટે સેમીનાર યોજાનાર છે. જેમાં ગુરુકુલના અને ગુરુકુલ સાથે સંકળાયેલા 7 હજાર શિક્ષકો ભાગ લેશે. ગુજરાત રાજયના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી ઉ5સ્થિત રહેશે. તા.ર4મીએ શનિવાર રાત્રે 8 વાગ.ે સહજાનંદનગરના સભામંચ પરથી નૃત્ય નાટીકા રજુ થશે.

તા.રપ રવિવારે મહોત્સવના ચોથા દિવસે સવારે 8 વાગ્યે ભૂતપૂર્વ વિઘાર્થીઓનું સંમેલન થશે. જેમાં ર0 હજાર જેટલા ગુરુકુલના ભૂતપૂર્વ વિઘાર્થી જોડશે. આ પ્રસંગે ભારતીય ડેરી ઉઘોગ વિકાસ મંત્રી પરષોતમભાઇ રૂપાલા હાજરી આપશે.

આ પ્રસંગે ભારતીય કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયા, ઇસરો ચેરમેન એસ. સોમનાથજી તથા હાર્ટ સ્પેશ્યિાલીસ્ટ ડો. તેજસ પટેલ  ખાસ ઉ5સ્થિત રહેશે.

તા.ર6 સોમવારે સવારે 8.30 કલાકે વડીલ સ્ત્રી-પુરૂષો માટે અનોખા સેમીનારનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં જિંદગીના છેલ્લા તબકકામાં જીવન જીવવા અંગે માર્ગદર્શન અપાશે. આ કાર્યક્રમમાં ગર્વનર કેરલ રાજય આરીફ મોહમ્મદખાન ખાસ ઉ5સ્થિત રહેશે.

અમૃત મહોત્સવનું આયોજન એક વર્ષ અગાઉ નકકી થયેલ. ગઇ જન્માષ્ટમીએ ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામીના હસ્તે ઘ્વજારોહણ થયા બાદ છેલ્લા ત્રણ માસથી સ્થળ પર અવિરત કામગીરી થઇ રહી છે.

દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અનિવાર્ય: રાજયપાલ આચાર્ય દેવવ્રત

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂતોના ઉત્કર્ષ અને સમૃદ્ધિના સ્વપ્નને પરિપૂર્ણ કરવા માટે પ્રાકૃતિક ખેતી એકમાત્ર વિકલ્પ હોવાનું રાજ્યપાલશ્રી એ જણાવ્યું હતું.

રાજ્યપાલ એ વધુમાં ઉમેર્યું હતું કે રાસાયણિક ખાતરના સતત વપરાશને કારણે જમીન બંજર બનતી જાય છે તેમજ ઉત્પાદન વધારવા માટે વધુ ને વધુ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો પડે છે જેના પરિણામે કીટકો અને અળસિયા જેવા જીવ મિત્રો નાશ પામે છે, ઓર્ગેનિક કાર્બનમાં ઘટાડો સતત થઈ રહ્યો છે. દેશી ગાયોનો ક્રમશ ઘટાડો થઈ રહ્યો છે, શુદ્ધ દૂધ મળવાનું ઘટી રહ્યું છે આ તમામ પરિબળોમાંથી બહાર આવવા માટે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અનિવાર્ય છે.

રાજ્યપાલશ્રી એ સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન દ્વારા સંસ્કૃતિ, વૈદિક પરંપરા અને સંસ્કાર સિંચન સાથે શિક્ષણની પ્રવૃત્તિ તેમજ વૃક્ષારોપણ, જળ સંરક્ષણ, ગૌ સેવા, પ્રાકૃતિક ખેતી અભિયાન સહિતની પ્રવૃત્તિઓને બિરદાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.